World Cup 2023: વર્લ્ડ કપ 2023ની રાઉન્ડ રોબિન મેચો અંતિમ તબક્કામાં છે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 5 ટીમો બીજા સ્થાન માટે સ્પર્ધામાં છે. સૌથી વધુ ધ્યાન પાકિસ્તાન પર છે. બાબર આઝમના નેતૃત્વમાં ટીમે ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી અને પ્રથમ બે મેચ જીતી હતી. આ પછી સતત ચાર પરાજયથી ટીમની નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. આ પછી પાકિસ્તાને પહેલા બાંગ્લાદેશ અને પછી ન્યુઝીલેન્ડને હરાવી શાનદાર વાપસી કરી હતી. ટીમના હાલમાં 8 મેચમાં 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે.
પાકિસ્તાન અને બાબર આઝમનો સેમિફાઈનલમાં જવાનો રસ્તો 2 કારણોસર આસાન હોઈ શકે છે. સૌથી પહેલા 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડને બેંગલુરુમાં શ્રીલંકા સામે મહત્વની મેચ રમવાની છે. મેચના દિવસે વરસાદની 80 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં જો મેચ રદ્દ થશે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. બીજું, પાકિસ્તાને 11 નવેમ્બરે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. એશિયામાં યોજાયેલા ODI વર્લ્ડ કપની વાત કરીએ તો ઈંગ્લિશ ટીમ ક્યારેય પાકિસ્તાનને હરાવી શકી નથી. પરંતુ જો ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે તો તેનો મુકાબલો ટીમ ઈન્ડિયા સાથે થશે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય ભારતને હરાવી શકી નથી.
છેલ્લી મેચ જીતવી પડશે-
ન્યુઝીલેન્ડના હાલમાં 8 મેચમાં 8 પોઈન્ટ છે, પરંતુ તેનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા સારો છે. જો ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ બેંગલુરુમાં વરસાદના કારણે રદ્દ થાય છે તો કિવી ટીમના 9 મેચમાં માત્ર 9 પોઈન્ટ હશે. બીજી તરફ જો પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડને હરાવશે તો તેને 9 મેચમાં 10 પોઈન્ટ મળશે. આવી સ્થિતિમાં તે ન્યુઝીલેન્ડને પાછળ છોડી દેશે. બંને ટીમો માટે અફઘાનિસ્તાન પણ એક પડકાર છે. તેના 7 મેચમાં 8 પોઈન્ટ છે. પરંતુ તેને છેલ્લી 2 મેચમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં તેમના માટે જીત મેળવવી આસાન નહીં હોય.
પાકિસ્તાન 3-0થી આગળ છે-
ODI વર્લ્ડ કપના એકંદર રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે કુલ 10 મેચ રમાઈ છે. પાકિસ્તાને 5 મેચ જીતી છે અને ઇંગ્લિશ ટીમે 4 મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી. એશિયામાં યોજાયેલા વર્લ્ડ કપની વાત કરીએ તો બંને વચ્ચે 3 મેચ રમાઈ છે. પાકિસ્તાન દરેક વખતે જીત્યું છે. 1987માં રાવલપિંડીમાં પ્રથમ વખત બંને ટીમો સામસામે આવી હતી. પાકિસ્તાને આ મેચ 18 રને જીતી લીધી હતી. પહેલા રમતા પાકિસ્તાને 7 વિકેટે 239 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમ 221 રન પર જ સિમિત થઈ ગઈ હતી. અબ્દુલ કાદિરે 4 વિકેટ લીધી હતી અને તે મેચનો શ્રેષ્ઠ ખેલાડી હતો.
1987માં જ કરાચીમાં ફરી એકવાર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ વખતે પાકિસ્તાનનો 7 વિકેટે વિજય થયો હતો. ઈંગ્લેન્ડે 244 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. 4 વિકેટ લેનાર ઈમરાન ખાન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. 1996ના વર્લ્ડ કપમાં કરાચીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લિશ ટીમે પહેલા રમતા 249 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 48મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આમિર સોહેલે 42 રન બનાવવા ઉપરાંત 2 વિકેટ પણ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. આવી સ્થિતિમાં બાબર આઝમની ટીમ આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે