મેલબોર્નઃ વિશ્વની નંબર એક ખેલાડી એશ્લે બાર્ટીએ મંગળવારે અહીં પેત્રા ક્વિતોવાને સીધા સેટોમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેનો સામનો અમેરિકાની 14મી સીડ સોફિયા કેનિન સામે થશે. ઓસ્ટ્રેલિયાની સર્વોચ્ચ વરીયતા પ્રાપ્ત બાર્ટીએ પ્રથમ સેટમાં સંઘર્ષ કર્યા બાદ ચેક ગણરાજ્યની ક્વિતોવાને 7-6 (8/6), 6-2થી હરાવીને અહીં પ્રથમવાર સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
આ રીતે 23 વર્ષની બાર્ટીએ બે વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન ક્વિતોવા સામે પાછલા વર્ષે ક્વાર્ટર ફાઇનલમાં થયેલી હારનો બદલો પણ ચુકતે કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ખેલાડી છેલ્લા 12 મહિનાથી શાનદાર ફોર્મમાં છે. તેણે પાછલા વર્ષે ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું અને રેન્કિંગમાં નંબર-1નું સ્થાન હાસિલ કર્યું હતું. બાર્ટીએ કહ્યું, 'આ સંપૂર્ણ પણે અવિશ્વસનીય છે. હું જાણતી હતી કે મારે પેત્રાની વિરુદ્ધ મારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવવું પડશે. પ્રથમ સેટ મહત્વપૂર્ણ હતો.'
બાર્ટી 1978માં ક્રિસ ઓ નીલના ટાઇટલ જીત્યા બાદ મેલબોર્નમાં ટાઇટલ જીતનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બનવાની પ્રતીક્ષામાં છે. આ વચ્ચે સોફિયા કેનિને ટ્યૂનીશિયાની ઓનસ જાબેરના વિજય અભિયાન પર બ્રેક લગાવીને પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે જાબેરને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો.
માસ્કોમાં જન્મેલી 21 વર્ષીય કેનિને પાછલા રાઉન્ડમાં અમેરિકાની 15 વર્ષીય કોકો ગોફને હરાવી હતી. તેણે કહ્યું કે, આ ઉત્સાહિત છે. બાળપણમાં પોતાના પરિવારની સાથે ન્યૂયોર્કમાં વસનારી કેનિને કહ્યું, આ મોટી મેચ હતી. તેણે સારૂ પ્રદર્શન કર્યું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે