નવી દિલ્હીઃ બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડે યજમાન પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં 74 રને પરાજય આપ્યો છે. હાઈસ્કોરિંગ મેચમાં બીજી ઈનિંગમાં બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમને જીત માટે 343 રનની જરૂર હતી. પરંતુ અનુભવી બોલર જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સનને 4-4 વિકેટ ઝડપીને ધૂમ મચાવી હતી. આ ધમાકેદાર મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના પોઈન્ટ્સ ટેબલમાં મોટા ફેરફાર થયા છે. પાકિસ્તાનની હાર બાદ ભારતની ફાઇનલમાં પહોંચવાની સંભાવના વધુ મજબૂત બની છે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-2021નું રનર્સ-અપ રહ્યું હતું. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી હારનો સામનો કર્યો હતો.
પાકિસ્તાનની હારથી ભારતને શું થશે ફાયદો?
ભારતે વર્તમાન WTC સાયકલમાં હજુ છ મેચ રમવાની બાકી છે. બાંગ્લાદેશના પ્રવાસ પર બે ટેસ્ટ મેચ હશે તો આગામી વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ રમવા ભારત આવશે. હાલ ભારત 52.08 જીત ટકાવારી સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે, જ્યારે શ્રીલંકા 53.33 જીત ટકાવારીની સાથે ત્રીજા સ્થાન પર છે. ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બાંગ્લાદેશને 2-0થી હરાવવું પડશે. સાથે પ્રયાસ કરવો પડશે કે ઓસ્ટ્રેલિયાને ચારમાંથી ત્રણ ટેસ્ટ મેચમાં હરાવે.
આ પણ વાંચોઃ ફૂટબોલના મહામુકાબલા પહેલાં કતરમાં ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કરશે દીપિકા પાદુકોણ
ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મજબૂત દાવેદાર
જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની વર્તમાન સ્થિતિને જોવામાં આવે તો લાગે છે કે આગામી સમર સીઝન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ધ ઓવલમાં ફાઇનલમાં ટકરાઈ શકે છે. ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાની યજમાની કરવી છે. ઓસ્ટ્રેલિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યું છે. પ્રથમ ટેસ્ટ મેચ 164 રનથી જીતીને ઓસ્ટ્રેલિયા બે મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. દક્ષિણ આફ્રિકા જો ઓસ્ટ્રેલિયાને ત્રણમાંથી બે ટેસ્ટ મેચ હરાવી દે તો ફાઇનલમાં પહોંચી જશે.
પાકિસ્તાનની આશાને લાગ્યો ઝટકો
આ સિરીઝ પહેલા પાકિસ્તાન 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવાના દાવેદારોમાં હતું, પરંતુ ઈંગ્લેન્ડ સામે હાર બાદ તેની આશાને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં પાંચમાં સ્થાને છે. આ હાર બાદ પાકિસ્તાની ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બે ટેસ્ટ અને પછી સ્વદેશમાં ન્યૂઝીલેન્ડની યજમાની કરવાની છે. આ સિરીઝમાં પણ બે ટેસ્ટ મેચ રમવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે