નવી દિલ્હીઃ ભારતની સોનિયા ચહલે મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમવાર સિલ્વર મેડલ જીત્યો છે. તેને ફાઇનલમાં જર્મનીની ઓરનેલા ગ્રેબિયલે 4-1થી હરાવી હતી. આ પહેલા સોનિયાએ 57 કિલો વર્ગના સેમિ ફાઇનલમાં નોર્થ કોરિયાની સોન વા જોને 5-0થી હરાવી હતી.
#WWCHs2018 Finals - Feather (57kg)
Ornella Wahner (GER) defeats Sonia (IND) and becomes 2018 AIBA World Champion!! Congratulations Ornella 🥊🥊💪#AIBAFamily #ChampsBornHere pic.twitter.com/zPLY29XU7N— AIBA (@AIBA_Boxing) November 24, 2018
ભારતને ટૂર્નામેન્ટમાં મળ્યા ચાર મેડલ
ભારતને આ સ્પર્ધામાં એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત ચાર મેડલ મળ્યા છે. 64 કિલો વર્ગની સેમિ ફાઇનાલિસ્ટ સિમરનજીત કૌર અને 64-69 કિલોના વેલ્ટરવેટ વર્ગની સેમિ ફાઇનાલિસ્ટ લવલીના બોર્ગોહૈનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
World boxing Championship Final: એમસી મેરી કોમે રચ્યો ઈતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે