Home> Sports
Advertisement
Prev
Next

WPL Final DC vs MI : દિલ્હી કે મુંબઈ...WPLની ટ્રોફી કોણ જીતશે ? ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકાશે ?

WPL 2025 Final DC vs MI : વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની ફાઈનલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ આમને સામને છે. બંને ટીમો અત્યાર સુધી 7 વખત ટકરાઈ ચૂકી છે, ત્યારે ફરી એકવખત ફાઈનલમાં ટક્કર થવા જઈ રહી છે, હવે જોવાનું એ રહેશે કે કઈ ટીમ બાજી મારે છે અને ટ્રોફી પોતાને નામ કરે છે. 

WPL Final DC vs MI : દિલ્હી કે મુંબઈ...WPLની ટ્રોફી કોણ જીતશે ? ગ્રાન્ડ ફિનાલે ક્યારે અને ક્યાં જોઈ શકાશે ?

WPL 2025 Final DC vs MI : મેગ લેનિંગની દિલ્હી કેપિટલ્સ અને હરમનપ્રીત કૌરની મુંબઈ ઈન્ડિયન્સ 15 માર્ચના રોજ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL 2025)ની ફાઇનલમાં સામસામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સે લીગ ટેબલમાં ટોચ પર રહીને સીધી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે મુંબઈએ એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને હરાવીને ટાઇટલની લડાઈ માટે ક્વોલિફાય કર્યું છે. દિલ્હી કેપિટલ્સે લીગ તબક્કામાં 5 મેચ જીતી અને 10 પોઈન્ટ મેળવ્યા. મુંબઈ ઈન્ડિયન્સના પણ એટલા જ પોઈન્ટ હતા, પરંતુ નેટ રન રેટના કારણે દિલ્હી આગળ રહી હતી. દિલ્હીનો રન રેટ 0.396 હતો, જ્યારે મુંબઈનો રન રેટ 0.192 હતો. 

fallbacks

હેડ ટુ હેડ રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો 7 વખત સામસામે આવી છે, જેમાં દિલ્હી ચાર જીત સાથે થોડી લીડ ધરાવે છે, જ્યારે મુંબઈએ ત્રણ જીત મેળવી છે. DCની બે જીત WPLની વર્તમાન સિઝનના લીગ તબક્કામાં આવી છે. મુંબઈએ 2023માં રમાયેલી ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. જોકે, આવનારી ફાઈનલમાં કોણ જીતશે ? તે આજે મોડી રાત્રે ખબર પડી જશે.

IPL 2025 પહેલા આ ક્રિકેટર પર તૂટી પડ્યો દુઃખોનો પહાડ, 2 વર્ષની દીકરીનું અચાનક નિધન

પિચ રિપોર્ટ

વાનખેડેની જેમ બ્રેબોર્નની પીચ પણ લાલ માટીથી બનેલી છે. અહીં બોલનો ઉછાળ સમાન રહે છે અને પાવર-હિટર માટે બાઉન્ડ્રી પણ સારી છે. ઝડપી બોલરો નવા બોલનો થોડો ફાયદો ઉઠાવી શકે છે અને સ્પિનરો પણ વધારાનો ઉછાળ મેળવી શકે છે. એકંદરે તે સારી ક્રિકેટ પિચ છે.

હવામાન અહેવાલ

Accuweather એપ અનુસાર, શનિવારે તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે અને વરસાદની કોઈ શક્યતા નથી. મેચ સાંજની હોવાથી ખેલાડીઓ માટે તાપમાન થોડું ઓછું થઈ શકે છે. ટોસ જીતનારી ટીમ માટે પહેલા બોલિંગ કરવી કે બેટિંગ કરવી તે નક્કી કરવું મુશ્કેલ હશે, કારણ કે તેણે ઝાકળ અને ફાઈનલના દબાણ બંનેને ધ્યાનમાં રાખવા પડશે.

IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જસપ્રિત બુમરાહને લઈને આવ્યા ખરાબ સમાચાર

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, અન્નાબેલ સધરલેન્ડ, મેરિઝાન કેપ, જેસ જોનાસન, સારાહ બ્રાઇસ (વિકેટકીપર), નિક્કી પ્રસાદ, મિનુ મણિ, શિખા પાંડે, તિતસ સાધુ.

મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુઝ, એમેલિયા કેર, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), અમનજોત કૌર, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સજીવન સજના, જી કમલિની, સંસ્કૃતિ ગુપ્તા, શબનીમ ઈસ્માઈલ, સાયકા ઈશાક.

ભારતના ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ખેલાડીની દુ:ખદ આપવીતી, ખુલ્યું ચોંકાવનારું રહસ્ય

લાઇવ સ્ટ્રીમિંગ વિગતો

MI vs DC WPL 2025 ફાઇનલ મેચ કયા સમયે શરૂ થશે ?

MI vs DC WPL 2025ની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. આ માટે ટોસ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે થશે.

કઈ ટીવી ચેનલો MI vs DC WPL 2025 ફાઈનલ મેચનું પ્રસારણ કરશે ?

MI vs DC WPL 2025 ની ફાઇનલ મેચ સ્પોર્ટ્સ 18 ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. તમે MI vs DC WPL 2025 ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioStar એપ પર જોઈ શકશો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More