Home> Sports
Advertisement
Prev
Next

બબીતા ફોગાટનું જમાતીઓ પર વિવાદિત નિદેવન, ટ્રોલ થઈ તો બજરંગ પૂનિયાએ કર્યો સપોર્ટ


આ પહેલા પણ બબીતાએ નિઝામુદ્દીન મરકઝની ઘટનાને લઈને વિવાદિત ટ્વીટ કર્યું હતું. બાદમાં વિવાદ વધતા ડિલીટ કરી દીધું હતું. 

બબીતા ફોગાટનું જમાતીઓ પર વિવાદિત નિદેવન, ટ્રોલ થઈ તો બજરંગ પૂનિયાએ કર્યો સપોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ મહામારીને કારણે જનજીવન પર મોટી અસર પડી છે. ચીનથી ફેલાયેલા આ ઘાતક વાયરસથી બચાવ માટે દેશવ્યાપી લૉકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. આ વચ્ચે દેશની સ્ટાર રેસલર બબીતા ફોગાટે જમાતીઓને લઈને સોશિયલ મીડિયા પર વિવાદિત લખ્યું તો ટ્રોલ થઈ ગઈ હતી. 

fallbacks

કોરોના વાયરસની મહામારીથી દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 12 હજાર નજીક પહોંચી ગઈ છે. તો બીજીતરફ લોકોને તેને લઈને વિવાદિત નિવેદન ન આપવાની સલાહ આપવામાં આવી રહી છે. 

અર્જુન એવોર્ડ બબીતાએ લખ્યું, 'કોરોના વાયરસ ભારતની બીજી સૌથી મોટી સમસ્યા છે. જમાતી હજુ પણ પ્રથમ સ્થાને યથાવત છે.'

આમ લખ્યા બાદ ઘણા લોકોએ તેના પર વિરોધ વ્યક્ત કર્યો હતો. એક યૂઝરે લખ્યું, 'તમને એક મુસ્લિમે ફિલ્મ બનાવીને ફેસમ કરી દીધી. આ દેશમાં ક્રિકેટ છોડી અન્ય ખેલાડી ઘણા વર્ષો બાદ પાણીપુરી વેંચતા જોવા મળ્યા છે. 2014 કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ બબીતા હાલમાં ભાજપમાં સામેલ થઈ ગઈ હતી.'

ત્યારબાદ તેના સપોર્ટમાં ભારતીય રેસલર બજરંગ પૂનિયા આવ્યો હતો. બજરંગે લખ્યું, 'મિલ્ખા સિંહ, મેરી કોમ, પાન સિંહ તોમર, ગીતા અને બબીતા ફોગાટ, તેના પર ફિલ્મ તે માટે બની કારણ કે તે તેને યોગ્ય હતા. સરકાર ખેલાડીની આર્થિક સ્થિતિને સુધારી રહી છે. ખેલાડી દેશ માટે સંઘર્ષ કરી રહ્યાં છે અને તમે શું કરી રહ્યાં છો.'

નિઝામુદ્દીનની ઘટનાને લઈને બબીતાનું ટ્વીટ
આ પહેલા પણ બબીતાએ નિઝામુદ્દીન મરકઝની ઘટનાને લઈને વિવાદિત ટ્વીટ કર્યું હતું. બાદમાં વિવાદ વધતા ડિલીટ કરી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More