Home> Sports
Advertisement
Prev
Next

WWE Superstar Paige: WWE ચાહકોને ઝટકો: મહિલા સુપરસ્ટાર રેસલરે લીધી નિવૃત્તિ, લખ્યો ઈમોશનલ મેસેજ

પેજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, '7 જુલાઈ WWE સાથે મારો છેલ્લો દિવસ હશે. કંપનીએ મને જે તકો આપી છે, તેના માટે હું ખૂબ જ આભારી છું અને તેમની કદર કરું છું. હું હંમેશા તે કંપનીની પ્રશંસા કરીશ જેણે 18 વર્ષની બ્રિટિશ પીલી ઈમો કરીને એક છોકરીને તક આપી.

WWE Superstar Paige: WWE ચાહકોને ઝટકો: મહિલા સુપરસ્ટાર રેસલરે લીધી નિવૃત્તિ, લખ્યો ઈમોશનલ મેસેજ

નવી દિલ્હી: ભારત સહિત આખી દુનિયામાં WWE જોનારનો મોટો વર્ગ છે. પરંતુ હાલ WWEના ચાહકો માટે નિરાશાજનક ખબર સામે આવ્યા છે. બે વખતની WWE ચેમ્પિયન પેજે નિવૃતીની જાહેરાત કરી છે. પેજ 7 જુલાઈએ કરાર સમાપ્ત થશે ત્યારે WWE છોડી દેશે. 29 વર્ષીય પેજે ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે.

fallbacks

પેજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, '7 જુલાઈ WWE સાથે મારો છેલ્લો દિવસ હશે. કંપનીએ મને જે તકો આપી છે, તેના માટે હું ખૂબ જ આભારી છું અને તેમની કદર કરું છું. હું હંમેશા તે કંપનીની પ્રશંસા કરીશ જેણે 18 વર્ષની બ્રિટિશ પીલી ઈમો કરીને એક છોકરીને તક આપી. તે આપણી ઔસત ડિવા જેવી દેખાતી નથી. મને જીવનભરનો મોકો આપ્યો અને મને સુપરસ્ટાર જેવો અનુભવ કરાવ્યો.

Asian Cup 2023 Qualifiers: આજે ભારત-અફઘાનિસ્તાન સામસામે: રોનાલ્ડો, મેસ્સી બાદ ભારતના આ ખેલાડી પર રહેશે નજર

તેણે વધુમાં જણાવ્યું કે, 'હું જાણું છું કે મારી ગરદનની ઈજાએ મને રિંગમાંથી બહાર કરી દીધી. આવી સ્થિતિમાં આગળની યાત્રા ચાલુ રાખવી ખૂબ મુશ્કેલ હતી. WWE યુનિવર્સને આભાર. મેં આજ સુધી તમારા જેવા લાગણીશીલ ચાહકો ક્યારેય જોયા નથી. આશા છે કે તમે આ પ્રવાસમાં મારી સાથે રહેશો. હું એમ નથી કહેતી કે હું ક્યારેય રિંગમાં નહીં આવીશ. એ દિવસ ચોક્કસ ફરી આવશે! વાપસી ગમે ત્યાં થઈ શકે છે.

VIDEO: કાર તો ઘણી જોઈ હશે પરંતુ આ વિસ્ફોટક બેટરે ખરીદી એવી મર્સિડીઝ કાર કે....

પેજ છેલ્લે 27 ડિસેમ્બર, 2017ના રોજ એક લાઈવ ઈવેન્ટમાં WWE રિંગની અંદર ભાગ લીધો હતો, જ્યાં તેણે છ મહિલા ટેગ મેચમાં ઘાયલ થઈ હતી. પેજ ઘણા સમયથી એક્ટિવ રેસલર નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પેજને વ્યાવસાયિક અને અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

IND vs SA: ટીમ ઈન્ડિયાને પહેલી જીત અપાવી જ દેશે આ ઘાતક બોલર! નામ સાંભળીને આફ્રિકન ટીમ ભયમાં!

પેજ જ્યારે ઇજાઓ સાથે સંઘર્ષ કરતી જોવા મળી હતી, ત્યારે WWE ની વેલનેસ પોલિસી તોડવા બદલ બે વાર સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પેજ એક વખત માદક દ્રવ્યોનું સેવન કરવા બદલ દોષી સાબિત થઈ હતી. આમ છતાં ફેન ફોલોઈંગના કારણે તે WWEમાં પાછી ફરતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More