Home> Sports
Advertisement
Prev
Next

રિદ્ધિમાન સાહાને ધમકી આપનાર પત્રકાર આવ્યો સામે, ઘટનાનું સમગ્ર સત્ય જણાવ્યું

રિદ્ધિમાન સાહાએ હાલમાં સોશિયલ મીડિયા પર તે પત્રકારની વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જે તેને ઈન્ટરવ્યૂ માટે ધમકાવી રહ્યો હતો. હવે તે પત્રકાર ખુદ સામે આવ્યો છે અને આ ઘટનાનું સત્ય જણાવ્યું છે.
 

રિદ્ધિમાન સાહાને ધમકી આપનાર પત્રકાર આવ્યો સામે, ઘટનાનું સમગ્ર સત્ય જણાવ્યું

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. વિકેટકીપર સાહાએ હાલમાં સોશિયલ મીડિયા પર તે પત્રકારની વોટ્સએપ વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જે તેને ઇન્ટરવ્યૂ માટે ધમકાવી રહ્યો હતો. હવે તે પત્રકાર ખુદ સામે આવ્યો છે અને તેણે ઘટનાનું સત્ય જણાવ્યું છે. 

fallbacks

પત્રકાર ખુદ આવ્યો સામે
રિદ્ધિમાન સાહાએ શનિવારે કહ્યુ કે, તેણે બીસીસીઆઈની તપાસ કરી રહેલી સમિતિને તમામ જાણકારીનો ખુલાસો કર્યો છે, પરંતુ તેની થોડી કલાકો બાદ પત્રકાર બોરિયા મજૂમદારે ટ્વિટર પર પોતાનો વીડિયો શેર કર્યો, જેમાં કહ્યુ કે, તે પત્રકાર કોઈ અન્ય નહીં પરંતુ ખુદ પોતે છે. એટલું જ નહીં પત્રકાર બોરિયાએ 9 મિનિટનો વીડિયો શેર કરતા વિકેટકીપર સાહા પર આરોપ લગાવ્યો કે સાહાએ જે સ્ક્રીન શોટ ટ્વિટર પર નાખ્યા છે. તે યોગ્ય નથી, તેને તોડી-મરડીને રજૂ કરવામાં આવ્યા છે. તેણે સાહાના સ્ક્રીનશોટમાં ખામી ગણાવતા કહ્યુ કે, તે સાહાનું ઈન્ટરવ્યૂ લેવા ઈચ્છતા હતા, પરંતુ તેણે ના પાડી. તે સાહા પર માનહાનિો દાવો કરશે.

બીસીસીઆઈએ બનાવી તપાસ સમિતિ
BCCIએ સ્ટાર વિકેટ કીપર બેટર રિદ્ધિમાન સાહાને ધમકી આપનાર પત્રકારની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. ANI અનુસાર, સાહાએ એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, તેણે BCCIની સામે બધું મૂકી દીધું છે. તેણે બીસીસીઆઈથી તે પત્રકારનું નામ પણ છુપાવ્યું નથી. સાહાએ કહ્યું કે, 'અંતિમ નિર્ણય બોર્ડ અને સમિતિનો રહેશે. દ્રવિડ અને ગાંગુલીના મામલામાં તેણે કહ્યું કે તે આ મામલે અહીં કંઈ કહી શકે નહીં.

પત્રકારે આપી હતી ધમકી
મહત્વનું છે કે વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાએ હાલમાં એક જર્નલિસ્ટ તરફથી ઇન્ટરવ્યૂ માટે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. સાહાએ સોશિયલ મીડિયા પર તે પત્રકાર સાથે વોટ્સએપ પર થયેલી વાતચીતના સ્ક્રીનશોટ શેર કર્યા હતા, જે તેને ઈન્ટરવ્યૂ માટે ધમકાવી રહ્યો હતો. સાહાએ એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં પત્રકારે તેને કહ્યું હતું કે, 'તમે મારી સાથે ઈન્ટરવ્યુ કરશો. તે વધુ સારું રહેશે. તેઓએ (સિલેક્ટર્સ) માત્ર એક જ વિકેટકીપરને પસંદ કર્યો. કોણ શ્રેષ્ઠ છે તમે 11 પત્રકારોને પસંદ કરવાનો પ્રયાસ કર્યો, જે મારા મતે યોગ્ય નથી. સૌથી વધુ મદદ કરી શકે તેવી વ્યક્તિને પસંદ કરો. તમે ફોન કર્યો નથી. હું ફરી ક્યારેય તારો ઇન્ટરવ્યુ નહીં લઈશ અને મને તે યાદ રહેશે.

આ પણ વાંચોઃ Shane warne: શેન વોર્નના નિધન પર સચિન તેંડુલકરનું રિએક્શન આવ્યું, લખ્યું- ભારતીયો માટે તમે સ્પેશિયલ

સાહાએ ગાંગુલી-દ્રવિડ પર પણ લગાવ્યા આરોપ
સાહાએ હેડ કોચ રાહુલ દ્રવિડ અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીને લઈને કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટે મને કહ્યુ હતુ કે હવે મારી પસંદગી થશે નહીં. કારણ કે હું ઈન્ડિયન ટીમ સેટઅપનો ભાગ હતો, તેથી તે વિશે વાત ન કરી શકું. ત્યાં સુધી કે કોચ રાહુલ દ્રવિડે મને નિવૃત્તિ વિશે વિચારવા માટે કહ્યુ હતુ. આ સિવાય જ્યારે કાનપુર ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 61 રન બનાવ્યા હતા તો દાદાએ મારી પ્રશંસા કરી હતી. રાહુલ દ્રવિડે મને મેસેજ કર્યો અને શુભેચ્છા આપી. ત્યારબાદ દાદાએ મને કહ્યુ હતુ કે હું જ્યાં સુધી બોર્ડનો પ્રમુખ છું તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More