Home> Sports
Advertisement
Prev
Next

ન્યૂઝીલેન્ડને હરાવીને WTCમાં ભારતની નજીક પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, જાણો પોઈન્ટ

ICC World Test Championship: ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 3 મેચોની સિરીઝમાં 3-0થી હરાવ્યું. આ ટેસ્ટ સિરીઝ જીતવાથી કાંગારૂ ટીમને 120 પોઈન્ટ મળ્યા છે. 

 ન્યૂઝીલેન્ડને હરાવીને WTCમાં ભારતની નજીક પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, જાણો પોઈન્ટ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમે 2020ની પ્રથમ ટેસ્ટ જીતવાની સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC, ICC World Test Championship)ના પોઈન્ટ ટેબલમાં ભારતની નજીક પહોંચી ગયું છે. તેણે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 279 રને પરાજય આપ્યો છે. આ વર્ષની પ્રથમ અને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ હતી. ઓસ્ટ્રેલિયાએ આ જીતની સાથે સિરીઝમાં પણ વ્હાઇટ વોશ કર્યું છે. આ રીતે સિરીઝથી તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)માં દાવ પર લાગેલા 120 પોઈન્ટ મળી ગયા છે. ન્યૂઝીલેન્ડની ટીમ આ સિરીઝમાં એકપણ પોઈન્ટ મેળવી શકી નથી. 

fallbacks

ઓસ્ટ્રેલિયાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3-0ની જીતથી 120 પોઈન્ટ મળ્યા છે. આ સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (ICC Test Championship) તેના કુલ 296 પોઈનટ્ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કુલ 10 મેચ રમી છે અને સાતમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. 

ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી કુલ 7 મેચ રમી અને તમામમાં જીત મેળવી છે. આ રીતે ભારતના 360 પોઈન્ટ છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તેના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે 64 પોઈન્ટનું અંતર છે. 

AUS vs NZ: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ જીતી, સિરીઝમાં ન્યૂઝીલેન્ડનો 3-0થી સફાયો 

રસપ્રદ વાત છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ 24 નવેમ્બર 2019ની તારીખમાં ભારતથી 224 પોઈન્ટ પાછળ હતી. ત્યારે ભારતના 360 અને ઓસ્ટ્રેલિયાના 136 પોઈન્ટ હતા. ભારતે 24 નવેમ્બર બાદ કોઈ ટેસ્ટ મેચ રમી નથી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચ રમી અને તમામમાં જીત મેળવી છે. 

હવે ભારતીય ટીમની પાસે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર આ પોઈન્ટના અંતરને વધારવાની તક છે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ નવેમ્બર પહેલા ટેસ્ટ મેચ રમશે નહીં.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More