Home> Sports
Advertisement
Prev
Next

AUS vs SA : WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને એવું તે શું થયું કે તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ

AUS vs SA : લોર્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો હતો. સ્ટીવ સ્મિથને ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 

AUS vs SA : WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને એવું તે શું થયું કે તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ

AUS vs SA WTC Final : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત માટે  દક્ષિણ આફ્રિકા 282 રનના ટાર્ગેટનો પીછો કરી રહી છે. કેપ્ટન ટેમ્બા બાવુમા અને એડન માર્કરમ વચ્ચે સારી ભાગીદારી થઈ છે, જેના કારણે આ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનું પલડું ભારે છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલના ત્રીજા દિવસે કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે સ્ટીવ સ્મિથની આંગળીમાં ઇજા થઈ હતી.

fallbacks

આ ઘટના 20મી ઓવરમાં બની હતી

20મી ઓવરમાં જ્યારે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક સામે શોટ રમ્યો, ત્યારે આ બોલ સ્લિપમાં ઉભા રહેલા સ્ટીવ સ્મિથ તરફ ગયો. આ કેચ પકડતી વખતે સ્મિથ ઈજાગ્રસ્ત થયો હતો. સ્મિથ સ્ટમ્પથી લગભગ 14 મીટર દૂર ઊભો હતો, પરંતુ તેને રિએક્શન માટે વધુ સમય મળ્યો નહોતો, જેના કારણે તે કેચ પકડી શક્યો નહીં અને ઘાયલ થયો. આ પછી તરત જ તે સીધો મેદાનની બહાર ગયો અને તેની જગ્યાએ ઓપનર સેમ કોન્સ્ટાસને ફિલ્ડિંગ માટે બોલાવવામાં આવ્યો.

સ્મિથ મેદાનમાં પાછો ફર્યો નહીં, તેને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો

ટી પછીના સેશનમાં સ્મિથ મેદાનમાં પાછો ફર્યો નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ કહ્યું કે સ્મિથને 'જમણા હાથની નાની આંગળીમાં કમ્પાઉન્ડ ડિસલોકેશન થયું, ઓસ્ટ્રેલિયન ટીમના મેડિકલ સ્ટાફે મેદાન પર તેનું મૂલ્યાંકન કર્યું અને તેને એક્સ-રે અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.' ડિસલોકેશનનો અર્થ એ છે કે સ્મિથ દસ દિવસમાં શરૂ થનારા વેસ્ટ ઇન્ડીઝના તેના ટેસ્ટ પ્રવાસમાં રમવા માટે સ્પષ્ટપણે શંકાસ્પદ છે.

દક્ષિણ આફ્રિકા જીતથી 69 રન દૂર

મિશેલ સ્ટાર્કની 58 રનની ઇનિંગ અને જોશ હેઝલવુડ સાથે છેલ્લી વિકેટ માટે 59 રનની ભાગીદારીને કારણે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 207 રન બનાવ્યા હતા, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાને 282 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એડન માર્કરામની અણનમ સદી અને કેપ્ટન ટેમ્બા બાવુમાની અણનમ અડધી સદીએ દક્ષિણ આફ્રિકાને WTC ફાઇનલ જીતવાની ઉંબરે પહોંચાડ્યું છે. બંનેએ ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી અને ટીમને 27 વર્ષ પછી ICC ટ્રોફી જીતવાની નજીક પહોંચાડી. દિવસની રમતના અંત સુધીમાં, માર્કરામ 102 અને બાવુમા 65 રન પર અણનમ રહ્યા. ચોથા દિવસે આ બંને બેટ્સમેન ટીમને કોઈપણ નુકસાન વિના ટાઇટલ જીત તરફ લઈ જવાનો પ્રયાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More