Home> Sports
Advertisement
Prev
Next

ઉત્તરાખંડના જંગલોમાં આગ પર યોગેશ્વર દત્તે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું

ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં જંગલની આગે ભારે વિનાશ વેર્યો છે. મોટાભાગનો જંગલ વિસ્તાર આગમાં ખાક થઈ ગયો છે. સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ઉત્તરાખંડના જંગલોમાં આગ પર યોગેશ્વર દત્તે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું

નવી દિલ્હી: ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં જંગલની આગે ભારે વિનાશ વેર્યો છે. મોટાભાગનો જંગલ વિસ્તાર આગમાં ખાક થઈ ગયો છે. સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને લઇને ઓલમ્પિક મેડલ વિનર યોગેશ્વર દત્ત (Yogeshwar Dutt)એ ચિંતા વ્યક્ત કરી અને ટ્વિટ પર લખ્યું કે, ઉત્તરાખંડના જંગલમાં ભીષણ આગ લાગી છે. અનમોલ વનસ્પતિ નષ્ટ થઈ રહી છે. સમગ્ર વિશ્વ મહામારી સામે લડી રહ્યું છે. ભારત કોવિડ-19ની સાથે અમ્ફાન સુપર સાયક્લોન, ઉત્તરાખંડના જંગલોમાં આગથી લડી રહ્યું છે, કુદરત ગુસ્સે છે, ઉત્તરાખંડ માટે પ્રાર્થના કરો.

fallbacks

આ પણ વાંચો:- ઈંગ્લેન્ડના પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ ક્રિકેટરોએ શરૂ કરી પ્રેક્ટિસ

ઉત્તરાખંડના જંગલોની આજ અમેઝોન અને ઓસ્ટ્રેલિયાની યાદ અપાવે છે. જ્યાંના જંગલોમાં ભીષણ આગ લાગવાથી ભારે વિનાશ થયો હતો, અને મોટી સંખ્યામાં લોકો બેધર થયા હતા. ભારત સહિત સમગ્ર દુનિયા આ સમયે ખતરનાક બીમારીનો સામનો કરી રહ્યું છે. એવામાં ઉત્તરાખંડના જંગલોમાં આગે એક નવી મુશ્કેલી ઉભી કરી છે. જો કે, ફાયર ફાઈટરની ટીમો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ હાલ આ ભીષણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના કારણે પ્રભાવિત વિસ્તારમાં તાપમાન સામાન્ય હોવાની જગ્યાએ વધી ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More