Home> Sports
Advertisement
Prev
Next

IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છે છે યુવા બેટ્સમેન પરાગ

રિયાન પરાગે 50 રન બનાવ્યા પરંતુ દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-12ની આ મેચમાં પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું. આ હાર સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગઈ છે. 

IPLમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવવા ઈચ્છે છે યુવા બેટ્સમેન પરાગ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બનેલા રિયાન પરાગે કહ્યું કે, તે આ લીગ અને અન્ડર-19 વિશ્વકપના અનુભવનો ઉપયોગ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે કરવા ઈચ્છે છે. આસામના 17 વર્ષના આ ખેલાડીએ 49 બોલમાં 50 રનની મદદથી રાજસ્થાન રોયલ્સે શનિવારે અહીં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 20 ઓવરમાં 9 વિકેટ પર 115 રન બનાવ્યા હતા. તેની ટીમ મેચ હારી ગઈ પરંતુ આઈપીએલની આ સિઝનમાં 40ની એવરેજથી 160 રન બનાવીને તેણે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. 

fallbacks

પરાગે દિલ્હી વિરુદ્ધ 5 વિકેટથી મેચ ગુમાવ્યા બાદ કહ્યું, મારા માટે આ આઈપીએલ સારી રહી. હું પ્રથમ વખત આ લીગમાં રમ્યો. મેં વિચાર્યું નહતું કે મને આટલા મેચમાં તક મળશે. હું અહીં માત્ર શીખવા અને અનુભવ મેળવવા આપ્યો હતો, પરંતુ હવે હું ખરેખર ખુશ છું કે મારી ટીમ માટે યોગદાન આપી શક્યો. 

તેણે કહ્યું, 'મારી અત્યાર સુધીની સફર ઘણી ઉતાર-ચડાવ'વાળી રહી છે. અન્ડર-19 વિશ્વ કપ અને હવે આઈપીએલ મારા કરિયરની સૌથી સારી ટૂર્નામેન્ટ રહી છે. રાજસ્થાન રોયલ્સ માટે રમવું પોતામાં અલગ પ્રકારનો અનુભવ હતો. 

IPL 2019: રિયાન પરાગ બન્યો આઈપીએલમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર

17 વર્ષના પરાગે કહ્યું, 'મારૂ લક્ષ્ય હંમેશા ભારતીય ટીમ માટે રમવાનું રહ્યું છે.' અન્ડર-19 વિશ્વ કપ અને આઈપીએલ તે દિશામાં નાનું પગલું છે જે મને લક્ષ્ય તરફ લઈ જશે. હું હવે ડોમેસ્ટિક સિઝન અને ફરી આગામી વર્ષે આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરવા ઈચ્છીશ. 

પરાગ 2018માં અન્ડર-19 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. તેણે શનિવારે ફિરોઝશાહ કોટલા મેદાનની મુશ્કેલ પિચ પર શાનદાર બેટિંગ કરીને રાજસ્થાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. 

રાજસ્થાનના કોચ પૈડી અપ્ટને કહ્યું કે, આ એવી સિઝન હતી જ્યાં અમે તકનો લાભ ન લઈ શક્યા. તેમણે કહ્યું, આ નિરાશાજનક સિઝન રહી, અમે તકનો લાભ ન ઉઠાવી શક્યા. અમારી પાસે ખરેખર એક સારી ટીમ હતી. અમે જાણતા હતા કે અમારા કેટલાક સીનિયર ખેલાડી સિઝનના અંતમાં ચાલ્યા જશે. અમારે મજબૂત સ્થિતિમાં રહેવા માટે સારૂ પ્રદર્શન કરવાની જરૂર હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More