Home> Sports
Advertisement
Prev
Next

હરભજન સિંહે નંબર-4 માટે જણાવ્યું આ ખેલાડીનું નામ, યુવરાજ સિંહે ઉડાવી મજાક

ભારતની બે વિશ્વ કપ જીતના હીરો રહેલા યુવરાજ સિંહે હરભજન સિંહના નંબર-4 બેટિંગ ક્રમને લઈને કરેલા ટ્વીટ પર મજાકમાં જવાબ આપ્યો છે. 

હરભજન સિંહે નંબર-4 માટે જણાવ્યું આ ખેલાડીનું નામ, યુવરાજ સિંહે ઉડાવી મજાક

નવી દિલ્હીઃ ભારતની બે વિશ્વ કપ જીતના હીરો રહેલા યુવરાજ સિંહે હરભજન સિંહના નંબર-4 બેટિંગ ક્રમને લઈને કરેલા ટ્વીટ પર મજાકમાં જવાબ આપ્યો છે. હરભજને પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે ભારતીય ટીમમાં ચાલી રહેલી નંબર-4ના બેટ્સમેનની શોધ સંજૂ સેમસન યોગ્ય સમાધાન હોઈ શકે છે. 

fallbacks

સેમસને ઈન્ડિયા-એ માટે ત્રીજા નંબર પર બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા-એ વિરુદ્ધ 48 બોલમાં 91 રન બનાવ્યા અને પોતાની ટીમને 36 રનથી જીત અપાવી હતી. 

તેના પર હરભજને ટ્વીટ કર્યું, 'વનડેમાં નંબર-4 માટે સંજૂ સેમસન કેમ નહીં. તેની પાસે સારી ટેકનિક છે, રમનતી સમજ છે. આજે દક્ષિણ આફ્રિકા-એ વિરુદ્ધ સારૂ રમ્યો.'

પોતાના મિત્રના ટ્વીટ પર જવાબ આપતા યુવરાજે લખ્યું, 'ટીમનો ટોપ ક્રમ ખુબ મજબૂત છે ભાઈ, તેને નંબર-4ના બેટ્સમેનની જરૂર નથી.' આ સાથે યુવરાજે હાસ્યવાળું ઇમોજી લગાવ્યું. 

દિનેશ કાર્તિકે બીસીસીઆઈની મંજૂરી વગર કર્યું આ કામ, મળી નોટિસ 

યુવરાજ સિંહનું કહેવું છે કે ટીમ ઈન્ડિયાને નંબર-4ના બેટ્સમેનની જરૂર નથી. આ વાતને યુવી સાથે જોડીને જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પૂરી થયેલી ત્રણ મેચોની વનડે સિરીઝમાં અય્યરે નંબર-4 પર બેટિંગ કરી હતી અને 71 તથા 65નો સ્કોર કર્યો હતો. અય્યર પહેલા યુવા બેટ્સમેન રિષભ પંતને ચાર નંબર પર તક આપવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. રિષભ કોઈ કમાલ ન કરી શક્યો. તો અય્યરે સારૂ પ્રદર્શન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More