Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટર યર્જુવેન્દ્ર ચહલની મંગેતરે કરેલા ગરબાના Videoને 5 કરોડ લોકો જોયા વગર ન રહી શક્યા

હાલમાં જ ધનાશ્રી વર્માએ ભારતીય ક્રિકેટર યર્જુવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી છે. ધનાશ્રી વર્મા આમ તો વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે અલગ ઓળખ બનાવી છે

ક્રિકેટર યર્જુવેન્દ્ર ચહલની મંગેતરે કરેલા ગરબાના Videoને 5 કરોડ લોકો જોયા વગર ન રહી શક્યા

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પીનર યર્જુવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની મંગેતર ધનાશ્રી વર્મા (Dhanashree Verma) પોતાની ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર ભારે પોપ્યુલર બની ગયેલી છે. તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ધનાશ્રી વર્માનો વધુ એક ડાન્સ વીડિયો જોવા જેવો છે. જે ગુજરાતીઓને વધુ આકર્ષિત કરી રહ્યો છે. આ વીડિયોમાં ફેમસ યુટ્યુબર અને ડાન્સ ધનાશ્રી વર્મા (Dhanashree Verma Dance) બોલિવુડ ગરબા કરતી નજર આવી રહી છે. તેનો આ વીડિયો પણ પોપ્યુલર બની ગયો છે. 

fallbacks

અમદાવાદની ગુનાની દુનિયામાં ફેમસ છે જય-વીરુની આ જોડી, તેમના નામે છે મોટા કારનામા

ધનાશ્રી વર્માના આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે છોગાડા તારા (Chogada Tara) ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં તેની સાથે અનેક ડાન્સર્સ નજર આવી રહી છે. તમામ ડાન્સર્સ તેને ચીયર અપ કરી રહ્યાં છે. ધનાશ્રી વર્માનો આ વીડિયોને 5 કરોડ વ્યૂ મળવાની તૈયારી છે. વીડિયો વર્ષ 2018માં તેના યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોને જોયા બાદ તેના ફેન્સ દ્વારા ખૂસ સારા રિએક્શન આપવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધનાશ્રી વર્માએ ભારતીય ક્રિકેટર યર્જુવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી છે. ધનાશ્રી વર્મા આમ તો વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે ડાન્સર તરીકે અલગ ઓળખ બનાવી છે. યર્જુવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ હતી. ત્યારથી ધનાશ્રીના ડાન્સ વીડિયોને વધુ પોપ્યુલારિટી મળી છે. વધુ લોકો તેને જાણવા માટે તેના વીડિયો જોઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર હવે તેના વીડિયો વધુ શેર થવા લાગ્યા છે. હાલમાં જ ધનાશ્રીનો વધુ એક વીડિયોએ ધમાલ મચાવી ચૂક્યો છે. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

monsoon updates : ગુજરાતના 108 ડેમ હાઈ એલર્ટ પર, અત્યાર સુધી 9804 લોકોનું સ્થળાંતર કરાયું

ગીરગઢડામાં આસમાની આફત વરસી, 5 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા 

આખા અમદાવાદમાં અંધકારભર્યું વાતાવરણ, વરસાદનું જોર વધતા રોડ ધોવાયા 

આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી

રાજસ્થાન અને ભિલોડામાં થયેલા ભારે વરસાદનો સાબરકાંઠાને થયો ફાયદો 

કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....

સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક

માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું... તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More