Yuzvendra Chahal : ભારતના દિગ્ગજ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેણે 72 વનડેમાં 121 અને 80 ટી20માં 96 વિકેટ ઝડપી છે. તેમ છતાં તે હાલમાં ટીમમાંથી બહાર છે. ચહલને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો નથી. આ બધા વચ્ચે તેનું અંગત જીવન પણ સારું નથી ચાલી રહ્યું.
પાકિસ્તાનમાં લાગ્યા કોહલી ઝિંદાબાદના નારા...ફેન્સે બાબરની ઉડાવી મજાક - Video
ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે બધુ બરાબર નથી. ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ ચહલ કે ધનશ્રીએ તેની પુષ્ટિ કરી નથી. છેલ્લા કેટલાક દિવસોથી બંનેએ ઘણી દિલ તૂટવાવાળી પોસ્ટ શેર કરી છે.
ચહલે વેલેન્ટાઈન ડે પર તસવીરો સાથે એક ભાવુક પોસ્ટ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, "તમે જેવા છો તેવા બરાબર છો." જો કે આ પોસ્ટ હકીકતમાં કોના વિશે છે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હતી, પરંતુ તેના ચાહકોનું માનવું હતું કે તે તેના અંગત જીવન સાથે કંઈક સંબંધ ધરાવે છે. આ પોસ્ટ તેની પત્ની ધનશ્રી સાથે સંબંધિત હોઈ શકે છે.
બીજી તરફ ધનશ્રીએ વેલેન્ટાઈન ડે પર કેટલીક તસવીરો શેર કરી છે. તે જીમમાં ટ્રેનિંગ કરતી જોવા મળી છે. તેણે કેપ્શનમાં લખ્યું, "આજ તો કેક બનતા હૈ."
આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, જાણો ગેરરીતિ અટકાવવા શું કરી છે વ્યવસ્થા?
ધનશ્રીએ અગાઉ કરી હતી આ પોસ્ટ
ધનશ્રીએ તેમના સંબંધો અંગેની અફવાઓ વચ્ચે ટીકાકારોને ઠપકો આપ્યો હતો. તેણે એક લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર અને મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ખરેખર ચિંતાજનક બાબત એ છે કે હકીકતો તપાસ્યા વિના પાયાવિહોણા લખાણો અને અનામી ટ્રોલ દ્વારા મારી પ્રતિષ્ઠાને બદનામ કરવામાં આવી રહી છે. મેં મારું નામ અને પ્રામાણિકતા વધારવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન નબળાઈની નહીં, પણ તાકાતની નિશાની છે. જ્યારે નકારાત્મકતા ઓનલાઈન સરળતાથી ફેલાય છે, ત્યારે અન્ય લોકોને ઉપર લાવવા માટે હિંમત અને કરુણાની જરૂર પડે છે. હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને આગળ વધવાનું પસંદ કરું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે