Yuzvendra Chahal Wife Dhanashree Verma: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક દિવસોથી છૂટાછેડાની અફવાઓને લઈને ચર્ચામાં છે. એવી અફવા છે કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અલગ થઈ ગયા છે. જો કે, હજુ સુધી યુઝવેન્દ્ર ચહલ કે ધનશ્રી વર્માએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, બન્નેએ ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, જેને ફેન્સે તેમના છૂટાછેડાની અફવાઓ સાથે જોડ્યા છે. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે, ચહલે કરોડો રૂપિયા ચૂકવીને ધનશ્રી સાથે સમાધાન કર્યું છે.
ચહલ-ધનશ્રી વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ ચૂપચાપ અલગ થવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ચહલ કથિત રીતે ધનશ્રીને છૂટાછેડા પછી 60 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે આપવા જઈ રહ્યો છે. જો કે, આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ બધા વચ્ચે યુઝવેન્દ્ર અને ધનશ્રી બન્નેએ છૂટાછેડાના સમાચાર પર હજુ પણ મૌન જાળવી રાખ્યું છે.
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
સતત કરી રહ્યા છે દિલ તૂટવાની પોસ્ટ
ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની અફવાઓને વેગ મળ્યો જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દિલ તૂટવાની ઘણી પોસ્ટ શેર કરવામાં આવી હતી. તાજેતરમાં વેલેન્ટાઇન ડે પર ચહલે ઘણી તસવીરો સાથે એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું હતું કે, 'તમે જેવા છો તેવા જ તમે પર્યાપ્ત છો. કોઈને પણ તમને અન્યથા અનુભવવા દો નહીં. બીજી તરફ વેલેન્ટાઈન ડે પર ધનશ્રીએ પણ કેટલાક ફોટા પોસ્ટ કર્યા અને કેપ્શનમાં લખ્યું કે, 'આજે કેક તો બને છે.' ફોટોમાં ધનશ્રી જીમમાં ટ્રેનિંગ કરતી જોવા મળી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
ચહલે લખી હતી એક લાંબી પોસ્ટ
ચહલે અગાઉ એક ક્રિપ્ટિક પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું મારા તમામ ફેન્સનો તેમના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પરંતુ આ સફળ હજુ પુરી થઈ નથી!!! કારણ કે મારો દેશ, મારી ટીમ અને મારા ફેન્સ માટે હજુ પણ ઘણી અવિશ્વસનીય ઓવર બાકી છે!!! જ્યારે મને એક ખેલાડી હોવાનો ગર્વ છે, હું એક પુત્ર, એક ભાઈ અને મિત્ર પણ છું. હું તાજેતરની ઘટનાઓ ખાસ કરીને મારા અંગત જીવન વિશે લોકોની જિજ્ઞાસાને સમજું છું. જો કે, મેં કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ પર આવા મામલાઓ પર અનુમાન લગાવતા જોયું છે, જે સાચી હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે.'
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
2020 માં થયા હતા લગ્ન
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2020માં ગુરુગ્રામમાં આયોજિત એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. તેમની પ્રેમ કહાની કોવિડ મહામારી દરમિયાન ખીલી હતી, જ્યારે ચહલે ધનશ્રીના ડાન્સ વીડિયોથી પ્રભાવિત થઈને ડાન્સ શીખવા માટે તેનો સંપર્ક કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે