Home> Sports
Advertisement
Prev
Next

IPL બાદ ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે નવી હેરકટ કરાવી, ચાહકોએ કહ્યું- '50 રૂપિયામાં આનાથી સારા કટિંગ થાય છે'

ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફેમસ હેર સ્ટાઈલિશ આલિમ હકીમ પાસે હેર સ્ટાઈલ કરાવી છે. આ તસવીર જ્યારે સામે પ્રશંસકો ચહલની બરાબરની મઝા લઈ રહ્યા છે. આલિમ હકીમે યુઝવેન્દ્ર ચહલની તસવીર શેર કરીને જણાવ્યું છે કે ફ્રેશ હેયર સમટ કટ..

IPL બાદ ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે નવી હેરકટ કરાવી, ચાહકોએ કહ્યું- '50 રૂપિયામાં આનાથી સારા કટિંગ થાય છે'

નવી દિલ્હી: આઈપીએલ 2022 પુરી થયા બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ હળવાશની પળો માણી રહ્યા છે. અમુક ખેલાડીઓ વેકેશન એન્જોય કરવા માટે વિદેશમાં ગયા છે, તો અડધા અહીં છે. ત્યારે ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે એક નવી હેરસ્ટાઈલ કરાવી છે, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

fallbacks

ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ફેમસ હેર સ્ટાઈલિશ આલિમ હકીમ પાસે હેર સ્ટાઈલ કરાવી છે. આ તસવીર જ્યારે સામે પ્રશંસકો ચહલની બરાબરની મઝા લઈ રહ્યા છે. આલિમ હકીમે યુઝવેન્દ્ર ચહલની તસવીર શેર કરીને જણાવ્યું છે કે ફ્રેશ હેયર સમટ કટ, યુઝવેન્દ્ર ચહલ માટે મઝાની વાત એ રહી છે કે ચહલની આ હેયરકટ પર પ્રશંસકોએ જોરદાર કોમેન્ટ્સ કરી. અમુક ફેન્સે તો એટલે સુધી લખી નાંખ્યું કે, શું ફાયદો આવા વાળ કપાવવાનો કારણ કે ન્હાયા બાદ ફરીથી જેવા હશે તેવા થઈ જશે. જ્યારે અન્ય ફેન્સે કોમેન્ટ્સમાં લખ્યું કે, 50 રૂપિયામાં ગામમાં આનાથી પણ વધારે સારા કટિંગ થાય છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

Urfi Javed Video: પીરિયડ્સના પહેલા દિવસે ઉર્ફી જાવેદે જાહેરમાં કર્યું આવું કામ, કહ્યું- 'તમે જૂની વિચારસરણીના લોકો છો...'

તમને જણાવી દઈએ કે, આલિમ હકીમ મુંબઈના સ્ટાર હેયર સ્ટાઈલિસ્ટ છે, જે ઘણા બોલિવુડ સ્ટાર્સના હેયરકટ કરે છે. તેના સિવાય એમએસ ધોની, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિત ઘણા અન્ય ક્રિકેટ્સ પણ અહીં આવે છે.

KK Death: 'રાંડ્યા પછી ડાહપણ' શું કામનું? કેકેના નિધન બાદ મશહૂર સિંગરે જણાવી અંદરની વાત! શો જ કરવા નહોતો માંગતો કેકે, પરંતુ...
 
જો યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો હાલમાં પુરી થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં તે સૌથી વધુ શિકાર બનાવનાર ખેલાડી હતો. યુઝવેન્દ્ર ચહલે આખી સીઝનમાં 26 વિકેટ ઝડપી હતી, જેણા કારણે પર્પલ કેપ મળી હતી. હવે યુઝવેન્દ્ર ચહલ સાઉથ આફ્રિકા વિરુદ્ધ થનાર ટી20 સીરીઝમાં નજરે પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More