Home> Sports
Advertisement
Prev
Next

WTC: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ્દ, ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. તે હવે લોર્ડસમાં રમાનારી ફાઇનલ મેચમાં રમશે. 
 

WTC: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ્દ, ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે રમાનારી સિરીઝને કોરોના વાયરસનો ખતરો જોતા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ બન્ને ટીમોની સિરીઝ રદ્દ થવાનો મોટો ફાયદો ન્યૂઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ ટીમનો મલ્યો છે અને તે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે. 

fallbacks

ઓસ્ટ્રેલિયાએ આ મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જવાનું હતું પરંતુ હાલની સ્થિતિને જોતા પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સાઉથ આફ્રિકામાં ફેબ્રુઆરી અને માર્ચમાં બન્ને દેશો વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ રમાવાની હતી જેને ઓસ્ટ્રેલિયાએ રદ્દ કરી દીધી છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી કે કોરોનાના વધતા ખતરાને જોતા પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંતરિમ અધ્યક્ષ નિક હોક્લેએ કહ્યુ, તે સ્પષ્ટ થઈ ગયું છે કે ઓસ્ટ્રેલિયાથી સાઉથ આફ્રિકાની યાત્રા હાલની સ્થિતિમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સમુદાયના સ્વાસ્થ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક છે. 

ન્યૂઝીલેન્ડને થયો મોટો ફાયદો
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો પ્રવાસ રદ્દ થતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને મોટો ફાયદો થયો છે. ન્યૂઝીલેન્ડે લોર્ડ્સમાં રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. તો ભારતીય ટીમ ઈંગ્લેન્ડને 5 ફેબ્રુઆરીથી શરૂ થતી ટેસ્ટ સિરીઝમાં હરાવશે તો ભારતીય ટીમ પણ ફાઇનલમાં પહોંચી જશે. 

આ રીતે ભારત થઈ શકે છે ક્વોલિફાય
ભારત ઈંગ્લેન્ડ સામે રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-0, 2-1, 3-0, 3-1, કે 4-0થી જીતશે તો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. જો ઈંગ્લેન્ડની ટીમ ભારતને 3-0, 3-1 કે 4-0થી હરાવે તો ઈંગ્લેન્ડ પાસે ફાઇનલમાં પહોંચવાની તક છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More