Home> Sports
Advertisement
Prev
Next

Ziva એ પણ જાહેરાતની દુનિયામાં કર્યું પર્દાપણ, પિતા ધોની સાથે જોવા મળશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કર્યા બાદ પણ તેની બ્રાન્ડ વેલ્યૂમાં કોઈ ઘટાડો થયો નથી. ધોનીને એક બાદ એક નવી એડ મળી રહી છે. હવે ધોનીની સાથે તેની પુત્રી ઝિવાએ પણ જાહેરાતની દુનિયામાં એન્ટ્રી કરવાની છે.

Ziva એ પણ જાહેરાતની દુનિયામાં કર્યું પર્દાપણ, પિતા ધોની સાથે જોવા મળશે

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)એ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. માહી હજુ આઈપીએલમાં રમી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કર્યા બાદ પણ તેની બ્રાન્ડ વેલ્યૂમાં કોઈ ઘટાડો થયો નથી. ધોનીને એક બાદ એક નવી એડ મળી રહી છે. હવે ધોનીની સાથે તેની પુત્રી ઝિવાએ પણ જાહેરાતની દુનિયામાં એન્ટ્રી કરવાની છે. તે એક બિસ્કિટ બ્રાન્ડની જાહેરાત કરતી જોવા મળશે. આ જાહેરાતમાં ઝિવા પોતાના પિતા ધોની સાથે જોવા મળશે. 

fallbacks

જે બિસ્કિટ કંપની માટે ઝિવા પોતાના પિતાની સાથે એડ કરતી જોવા મળશે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બન્નેની તસવીર શેર કરી અને કેપ્શન આપ્યું છે, જુઓ મેદાન પર રમવા માટે કોણ ઉતર્યું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Oreo (@oreo.india)

બિસ્કિટ કંપનીએ ધોની અને ઝિવાની તસવીર શેર કરી છે જેમાં બંન્ને સુંદર લાગી રહ્યાં છે. આ તસવીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે અને સાથે જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. ઘણી મોટી બ્રાન્ડની જાહેરાત કરનાર ધોની પ્રથમવાર પોતાની પુત્રી ઝિવાની સાથે જાહેરાતમાં જોડા મળશે. 

આ પણ વાંચોઃ Sourav Gangulyને છાતીમાં દુ:ખાવો થતા હોસ્પિટલમાં કરાયા દાખલ

તમને જણાવી દઈએ કે માહી આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે અને તે પાછલી વાર આઈપીએલમાં જોવા મળ્યો હતો. તેણે સીએસકેની કમાન સંભાળી હતી. હવે ધોની ફરી એકવાર 2021માં ચેન્નઈ ટીમની કમાન સંભાળશે. 2020ની સીઝનમાં ધોનીની ટીમનું પ્રદર્શન સામાન્ય રહ્યુ હતુ. મહત્વનું છે કે ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અત્યાર સુધી ત્રણ વખત ચેમ્પિયન બની ચુકી છે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More