બેંગલુરૂ: મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians)ના કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હરફનમૌલા હાર્દિક પંડ્યા દરેક મેચ સાથે પોતાની રમતનું સ્તર ઉંચું કરી રહ્યા છે. મુંબઇએ ગુરૂવારે આઇપીએલ મુકાબલામાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂને છ રનથી હરાવ્યું ત્યારબાદ રોહિતે ત્રણ વિકેટ ઝડપી લેનાર બુમરાહ અને 14 બોલમાં 32 રનની ધુઆંધાર ઇનિંગ રમનાર પંડ્યાની પ્રશંસા કરી.
મેચ બાદ રોહિતે કહ્યું ''મને લાગે છે કે બુમરાહ હવે વધુ પરિપક્વ છે. હાં, તેમનું પ્રદર્શન સતત સારું થતું જાય છે. તે એક ખૂબ જ સમર્પિત ખેલાડી છે અને પોતાની રમતને ગંભીરતાથી લે છે. તે પોતાના કામની સાથે ખૂબ નિયમિત છે.''
કોહલી બાદ હવે આ કેપ્ટને કહ્યું, 'એમ્પાયરોની ભૂલ રમત માટે સારી નહી'
બેંગલુરૂની સામે 188 રનનો ટાર્ગેટ હતો, પરંતુ બુમરાહે 20 રનના અવેજમાં ત્રણ વિકેટ લઇને ટૂર્નામેંટમાં તેમની પહેલી જીત નોંધાવવાની આશાઓ પર પાણી ફેરવી દીધું. રોહિતે કહ્યું કે બુમરાહે વિરાટ કોહલીની વિકેટ લઇને મેચનું વલણ બદલી દીધું.
તેમણે કહ્યું કે ''બુમરાહ ખૂબ ચતુર છે. અમે વિરાટ અમને એબી ડિવિલર્સની રમત વિશે ખબર છે. એટલા માટે જ્યારે તે શાનદાર બેટીંગ કરી રહ્યા હતા ત્યારે તેમની ભાગીદારી તોડવા માંગતા હતા. મેચની સ્થિતિ મુજબ તે (વિરાટ) ખૂબ મહત્વની વિકેટ હતી.''
IPL 2019, SRHvRR: આજે હૈદ્વાબાદ અને રાજસ્થાન ટકરાશે, આ છે બંને ટીમોની પ્લેઇંગ- XI
મુંબઇની ઇનિંગની અંતિમ ઓવરોમાં હાર્દિક પંડ્યાની અણનમ ઇનિંગ વિશે રોહિત શર્માએ કહ્યું કે તેમની બેટીંગે આ મેચમાં અંતર પેદા કર્યું. તેમને આ પ્રકારની ઇનિંગની જરૂર હતી કારણ કે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ તેમનું બેટ ચાલ્યું નહી. તેમણે કહ્યું ''સ્પષ્ટ છે કે તેમનામાં સારું પ્રદર્શન કરવાની ભૂખ હતી. તેને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને મહત્વપૂર્ણ રન બનાવ્યા. તેમની બોલિંગ પર રન બન્યા પરંતુ આ દરમિયાન ઓવરોમાં પણ સારી બોલિંગ કરી. તેમાં સુધારો થઇ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે