Home> Technology
Advertisement
Prev
Next

Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, વોલેટમાં પૈસા એડ કરવું થયું મોંઘું, લાગશે આટલો Extra Charge

આજના જમાનામાં પેટ્રોલ પંપ પર ઓઇલ ભરાવવાથી માંડીને ગ્રોસરી સ્ટોર્સ, મોબાઇલ રિચાર્જ, વિજબીલ, પાણીનું બિલ, ગેસ સિલિન્ડર બુકિંગ, મૂવી ટિકિટ બુકિંગ, મોલમાંથી શોપિંગ અથવા પછી રૂપિયાનું ટ્રાંજેક્શન એવા અનેક માટે પેટીએમનો ઉપયોગ કરે છે.

Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, વોલેટમાં પૈસા એડ કરવું થયું મોંઘું, લાગશે આટલો Extra Charge

નવી દિલ્હી: જો તમે પણ ડિજિટલ પેમેંટ (Digital Payment) કરવા માટે પેટીએમ (Paytm) નો ઉપયોગ કરો છો તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. કારણ કે તમારા માટે આ એપનો ઉપયોગ કરવો મોંઘો થઇ જશે. આજના જમાનામાં પેટ્રોલ પંપ પર ઓઇલ ભરાવવાથી માંડીને ગ્રોસરી સ્ટોર્સ, મોબાઇલ રિચાર્જ, વિજબીલ, પાણીનું બિલ, ગેસ સિલિન્ડર બુકિંગ, મૂવી ટિકિટ બુકિંગ, મોલમાંથી શોપિંગ અથવા પછી રૂપિયાનું ટ્રાંજેક્શન એવા અનેક માટે પેટીએમનો ઉપયોગ કરે છે. આ એપ આવ્યા પછી એવા તમામ લોકો છે જે પર્સ કેરી કરતા નથી અને બધી લેણદેણ પેટીએમનો ઉપયોગ કરે છે. જોકે ગ્રાહકોની વધતી જતી ડિમાંડના લીધે એપને પ્રયોગ માટે ચાર્જ વધારી દીધો છે.  

fallbacks

ક્રેડિટ કાર્ડ વડે પૈસા એડ કરવા પર લાગશે આટલો ચાર્જ
પેટીએમની વેબસાઇટના અનુસાર હવે જો કોઇ યૂઝર પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડ વડે પૈસા એડ કરો છો તો તેને 2.5 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. ઘણા ઓછા લોકોને ખબર છે કે એપ આ નિયમ 15 જાન્યુઆરીથી લાગૂ કરી ચૂકી છે. નવો નિયમ લાગૂ થયા બાદ જો તમે અમેરિકન એક્સપ્રેસના ક્રેડિટ કાર્ડ વડે એપમં રૂપિયા એડ કરો છો તો તમારે 3 ટકા એક્સટ્રા ચાર્જ વસૂલવામાં આવશે. જોકે ઘણા યૂઝર્સનું કહેવું છે કે પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા એડ કરવા પર તેમને 2.07 ટકા ચાર્જ ચૂકવવો પડે છે તો તમામ ગ્રાહકો પાસેથી આ એપ 4.07 ટકાનો ચાર્જ વસૂલી રહી છે. એપએ આ સુવિધા માટે ચાર્જ ઓક્ટોબરમાં લગાવવાનું શરૂ કર્યું હતું. 

VIDEO: માર્યો લોચો... પાણી સમજી સેનિટાઇઝર પી ગયા BMC ના અધિકારી, અને પછી...

15 ઓક્ટોબરથી થયો હતો નિયમોમાં ફેરફાર
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ સુધી ક્રેડિટ  કાર્ડ વડે પેટીએમ વોલેટમાં પૈસા એડ કરવા પર કોઇ ચાર્જ ચૂકવવો પડતો ન હતો પરંતુ 15 ઓક્ટોબરથી કંપનીએ નિયમોમાં ફેરફાર કર્યો. તે સમયે પેટીએમ મોબાઇલ વોલેટએ ક્રેડિટ કાર્ડ (Credit Card) નો ઉપયોગ કરી વોલેટમાં ઉમેરવામાં આવતી રકમ પર 2 ટકા ચાર્જ લગાવવાનું શરૂ કર્યું હતું અને હવે ફરી એકવાર એપએ ચાર્જ વધાર્યો છે. હવે પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડ વડે પૈસા ઉમેરતાં ગ્રાહકોને 2.5 ટકા ચાર્જ ચૂકવવો પડે છે. 

નાના શહેરોમાં દોડશે MetroNeo અને MetroLite, શું તમારું શહેર છે આ યાદીમાં

જોકે ડેબિટ કાર્ડ અથવા નેટબેકિંગ વડે પેટીએમ વોલેટમાં રૂપિયા ઉમેરવા પર કોઇ ચાર્જ નહી લાગે. એપ કેટલીક વસ્તુઓના ચાર્જ વધારવાની સાથે નવી-નવી સુવિધાઓ પણ એડ કરે છે અને ઓફર્સ રજૂ પણ કરે છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More