Home> Technology
Advertisement
Prev
Next

Smartphone માં મળ્યા આ 3 વીડિયો તો સીધી થશે જેલ, આજે જ કરી દો ડિલીટ

Smartphone નો ઉપયોગ કરવા સમયે સાવધાની રાખવાની જરૂર છે, બાકી તમને નુકસાન થઈ શકે છે. તમારે સોશિયલ મીડિયા પર આવતા વીડિયો શેર કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ.

Smartphone માં મળ્યા આ 3 વીડિયો તો સીધી થશે જેલ, આજે જ કરી દો ડિલીટ

નવી દિલ્હીઃ Smartphone નો ઉપયોગ કરો તો તમારે સાવધાની રાખવાની જરૂર હોય છે. તમે ઘણીવાર એવી ભૂલ કરી દો તો જેલની હવા ખાવી પડી શકે છે. તેથી ખુબ જરૂરી છે કે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરવા સમયે સાવધાન રહો. આજે અમે તમને એવી વસ્તુ જણાવી રહ્યાં છીએ જે તમને જેલમાં પહોંચાડી શકે છે.

fallbacks

તોફાન ભડકાવવા અને સમાજને વિભાજીત કરતા વીડિયો
સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતા વીડિયોને શેર કરવા અને સ્માર્ટફોનમાં રાખવા પણ ગુનાની શ્રેણીમાં આવે છે. તેવામાં તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એક ભૂલને કારણે તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. કેટલાક વર્ષ પહેલા દિલ્હીમાં થયેલા તોફાનોમાં પોલીસે એવા ઘણા લોકોની ધરપકડ કરી હતી, જેના મોબાઇલમાં આવા વીડિયો જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ મારુતિ ની આ સેડાન આગળ અમેઝથી લઈને વરના સુધી ફેલ, કિંમત 6.57 લાખ રૂપિયાથી શરૂ

વિવાદાસ્પદ વીડિયો
મહિલા અત્યાચારને વધારતા વીડિયો પણ તમારે શેર ન કરવા જોઈએ. આવા વીડિયો પણ વિવાદાસ્પદ વીડિયોની શ્રેણીમાં આવે છે. તેવામાં તમારે ખુબ સાવધાન રહેવાની જરૂરીયાત હોય છે. આવા કન્ટેન્ટથી તમારે બચવું જોઈએ. સાથે ભૂલમાં પણ તમારે તેને શેર ન કરવા જોઈએ. ઘણીવાર અજાણતા તમે આમ કરો તો તમને મોટુ નુકસાન થઈ શકે છે. ત્યાં સુધી કે યુઝર્સ પર કેસ નોંધાઈ શકે છે.

બાળ શોષણ
બાળ શોષણને લઈને પણ સરકાર ખુબ ગંભીર છે. તેથી ખુબ જરૂરી છે કે બાળ શોષણને રોકતા વીડિયો શેર ન કરો. આવા વીડિયો ફોનમાં હોય તો તત્કાલ ડિલીટ કરી દેવા જોઈએ. ઘણા યુઝર્સ તેને લઈને ખુબ સક્રિય પણ છે. સાથે પોલીસ તેને રોકવા પર કામ કરી રહી છે. આવી દરેક વસ્તુ ગુનો માનવામાં આવે છે અને પોલીસ તેને રોકવા માટે સતત કામ કરી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More