Home> Technology
Advertisement
Prev
Next

4K પેનલની સાથે 17 સપ્ટેમ્બરને ભારતમાં લોન્ચ થશે 65-ઇંચ Mi TV, જાણો કિંમત

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીનમાં વેચાનાર 65-ઇંચ Mi TV ને ભારતમાં પણ લાવવામાં આવશે. 65-ઇંચ Mi TV નું ચીની મોડલ બીજા Mi TV મોડલોની માફક એંડ્રોઇડ PatchWall પર ચાલે છે. તેમાં અલ્ટ્રા થીન મેટલ બોડી 4K HDR વીડિયો સપોર્ટ અને Dolby+DTS ઓડિયો ઇંટીગ્રેશન મળશે.

4K પેનલની સાથે 17 સપ્ટેમ્બરને ભારતમાં લોન્ચ થશે 65-ઇંચ Mi TV, જાણો કિંમત

નવી દિલ્હી: 17 સપ્ટેમ્બરને Xiaomi ઇન્ડીયા દ્વારા એક સ્માર્ટર લિવિંગ 2020 ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં શાઓમી દ્વારા એક નવું Mi TV લોન્ચ કરવામાં આવશે. આ જાણકારી કંપનીએ ઓફિશિયલ ટીઝર દ્વારા આપી છે. ટીઝરમાં શાઓમી ગ્લોબલ VP અને ઇન્ડીયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને સ્પષ્ટ ઇશારો કર્યો છે કે 17 સપ્ટેમ્બરના રોજ 65-ઇંચ Mi TV ને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. 

fallbacks

સાથે જ કંપનીએ એ પણ જાણકારી આપી છે કે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટૂં Mi TV હશે. હાલ ભારતમાં શાઓમીનું સૌથી મોટું ટીવી Mi TV LED 4X PRO 55-ઇંચ છે. 

Oppo એ લોન્ચ કર્યા બે સસ્તા ફોન, 256 GB મેમરી સાથે છે આ ફીચર્સ
 
65-ઇંચ Mi TV નું વેચાણ હાલમાં કરવામાં આવે છે. ચીનમાં તેની કિંમત CNY 5,999 એટલે કે લગભગ 63,300 રૂપિયા રાખવામાં આવી છે. હાલ 65-ઇંચ Mi TV ની ભારતીય કિંમત વિશે કોઇ જાણકારી મળી નથી પરંતુ તેની કિંમત ચીની કિંમતની આસપાસ હોવાની આશા છે. એટલે ભારતમાં 65-ઇંચ Mi TV ની કિંમત 55 હજારથી 60 હજાર વચ્ચે રાખવામાં આવી શકે છે. 

Realmeએ લોન્ચ કર્યો 64 MP કેમેરાવાળો પહેલો સ્માર્ટફોન, અહીં વાંચો ફીચર્સ

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીનમાં વેચાનાર 65-ઇંચ Mi TV ને ભારતમાં પણ લાવવામાં આવશે. 65-ઇંચ Mi TV નું ચીની મોડલ બીજા Mi TV મોડલોની માફક એંડ્રોઇડ PatchWall પર ચાલે છે. તેમાં અલ્ટ્રા થીન મેટલ બોડી 4K HDR વીડિયો સપોર્ટ અને Dolby+DTS ઓડિયો ઇંટીગ્રેશન મળશે. શાઓમીનો દાવો છે કે Dolby+DTS ઓડિયો ડિકોડિંગ સ્પોર્ટથી એન્હાંસ્ડ સાઉન્ડ એક્સપીરિયન્સ મળશે.

Samsung એ લોન્ચ કર્યા બે નવા ફોન, 48 MP કેમેરાની સાથે આ છે ખૂબીઓ 

હાલના Mi TV મોડલોની માફક અપકમિંગ મોડલોમાં પણ  AI બેસ્ડ વોઇસ કંટ્રોલ સિસ્ટમ મળશે. સાથે જ આ 65-ઇંચ Mi TV 4 ખૂબ મોટી સ્ક્રીન અને સ્લિમ બેઝલ્સ સાથે આવશે. હાર્ડવેરની વાત કરીએ તો 65-ઇંચ Mi TV માં 2GB રેમ અને 16GB સ્ટોરેજ સાથે ક્વોડ-કોર Cortex-A53 પ્રોસેસર મળશે. સાથે જ તમને જણાવી દઇએ કે Mi TV 65-ઇંચની સાથે શાઓમી લોન્ગ અવેટેડ Mi Band 4 ને પણ ભારતમાં લોન્ચ કરશે. ભારતમાં Mi Band 4 ની કિંમત Mi Band 3 ની લોન્ચ પ્રાઇસની આસ્પાઅસ રાખી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More