નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની એરટેલ પોતાના ગ્રાહકો માટે નવી ઓફર લઈને આવી છે, જેમાં યૂઝરોને 6 જીબી સુધીનો ફ્રી ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીએ જુલાઈના મહિનામાં 'ફ્રી ડેટા કૂપન' ઓફરની શરૂઆત કરી હતી. શરૂાતમાં આ ઓફરને 219 રૂપિયા, 399 રૂપિયા, 449 રૂપિયા, 558 રૂપિયા, 598 રૂપિયા અને 698 રૂપિયા વાળા પ્રીપેઇડ પ્લાન માટે લાવવામાં આવી હતી. પરંતુ હવે આ ઓફર 298, 448 અને 599 રૂપિયા વાળા પ્લાન્સને પણ સામેલ કરી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે કંપનીએ હાલમાં આ બંન્ને પ્લાનને લોન્ચ કર્યાં છે.
કંપનીના ઘણા ફ્લાનમાં પહેલાથી ફ્રી ડેટા વાઉચર્સનો ફાયદો મળી રહ્યો હતો. બે જીબી ડેટા અને 28 દિવસની વેલેડિટી વાળા વાઉચરની સાથે આવનારા પ્લાનના લિસ્ટમાં 219 રૂપિયા, 249 રૂપિયા, 279 રૂપિયા, 289 રૂપિયા, 349 રૂપિયા, 398 રૂપિયા અને 448 રૂપિયા વાળા પ્લાન સામેલ છે. આ સિવાય ચાર 1 જીબી ડેટા અને 56 દિવસની વેલિડિટીની સાથે ફ્રી ડેટા વાઉચરનો ફાયદો 399 રૂપિયા અને 449 રૂપિયા વાળા પ્લાન પર મળી રહ્યો છે.
કંપની આપી રહી છે 6 જીબી સુધી ડેટા
એરટેલ 84 દિવસની વેલિડિટી વાળા 598 રૂપિયા અને 698 રૂપિા વાળા રિચાર્જ પ્લાનની સાથે છ જીબી ડેટા વાળા વાઉચર આપી રહી છે. આ વાઉચરને યૂઝર પ્લાનની વેલિડિટી પીરિયડમાં ગમે ત્યારે રિડીમ કરી શકે છે. એટલે કે 28 દિવસસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 2 જીબી, 56 દિવસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 4 જીબી અને 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનની સાથે 6 જીબી ડેટા ફ્રી મળી રહ્યો છે.
કંપનીના બેસ્ટ પ્રીપેઇડ પ્લાન
નવા પ્લાન 289 રૂપિયા, 448 રૂપિયા અને 599 રૂપિયા કિંમત વાળા પણ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 289 રૂપિયા વાળા પ્લાનમાં 1.5 જીબી ડેટા અને ફ્રી કોલિંગ 28 દિવસ માટે આપવામાં આવશે. 448 રૂપિયાના પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા અને ફ્રી કોલિંગ 28 દિવસ માટે મળે છે. તો 599 રૂપિયા વાળા પ્લાનમાં 2 જીબી ડેટા અને ફ્રી કોલિંગ યૂઝરને 56 દિવસ માટે મળે છે. બધા પ્લાનમાં એડિશનલ બેનિફિટ પણ મળે છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે