Home> Technology
Advertisement
Prev
Next

Airtel નો 79 રૂપિયાવાળો પ્લાન vs Jio નો 75 રૂપિયાવાળો પ્લાન, જાણો ક્યા પ્લાનમાં મળશે વધુ ફાયદો

Airtel એ પોતાનો સૌથી સસ્તો એટલે કે 49 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે. તેના બદલામાં કંપનીએ 79 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે, જે હવે કંપનીનો સૌથી સસ્તો પ્લાન હશે. તેમાં યૂઝર્સને ઘણા બેનિફિટ મળી રહ્યાં છે, જેમાં ડેટા અને કોલિંગ સામેલ છે. તો આ પ્રીપેડ પ્લાનને ટક્કર આપવા માટે માર્કેટમાં જીયોનો એક પ્લાન હાજર છે, જેની કિંમત 75 રૂપિયા છે. 

 Airtel નો 79 રૂપિયાવાળો પ્લાન vs Jio નો 75 રૂપિયાવાળો પ્લાન, જાણો ક્યા પ્લાનમાં મળશે વધુ ફાયદો

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની Airtel એ પોતાનો સૌથી સસ્તો એટલે કે 49 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે. તેના બદલામાં કંપનીએ 79 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે, જે હવે કંપનીનો સૌથી સસ્તો પ્લાન હશે. તેમાં યૂઝર્સને ઘણા બેનિફિટ મળી રહ્યાં છે, જેમાં ડેટા અને કોલિંગ સામેલ છે. તો આ પ્રીપેડ પ્લાનને ટક્કર આપવા માટે માર્કેટમાં જીયોનો એક પ્લાન હાજર છે, જેની કિંમત 75 રૂપિયા છે. આ પ્લાન ખાસ કરીને JioPhone યૂઝર્સ માટે છે. પરંતુ આ બંને પ્લાનમાં ક્યો પ્લાન બેસ્ટ છે અને યૂઝર્સને વધુ બેનિફિટ આપે છે તે અમે તમને જણાવીશું. 

fallbacks

Airtel ના 79 રૂપિયાવાળા પ્લાનના બેનિફિટ્સ
Airtel પ્રીપેડ સ્માર્ટ રિચાર્જ ડબલ ડેટાની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તેમાં યૂઝર્સને 64 રૂપિયાનો ટોકટાઇમ આપવામાં આવે છે, જેમાં લોકલ/એસટીડી/લેન્ડલાઇન માટે 1 પૈસા પ્રતિ સેકેન્ડનો ચાર્જ આપવો પડશે. સાથે 200 એમબી ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં આઉટગોઇંગ એસએમએસની સુવિધા આપવામાં આવતી નથી. 

આ પણ વાંચોઃ આ છે Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.19 રૂપિયામાં મળશે 1GB ડેટા  

Jio ના 75 રૂપિયાવાળા પ્લાનના બેનિફિટ્સ
આ પ્લાન ખાસ કરીને JioPhone યૂઝર્સ માટે છે. તેને JIOPHONE ALL-IN-ONE PLAN કહેામાં આવે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. તેમાં 3 જીબી ડેટા આપવામાં આવી રહ્યાં છે. દરરોજ 0.1 જીબી ડેટા દરરોજ આપવામાં આવશે અને 200 એમબી વધારાનો ડેટા મળશે. તેમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા સામેલ છે. આ સાથે 50 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. તો આ બાય વન ગેટ વન ઓફસ સાથે આવશે. એટલે કે તમે એક પ્લાન રિચાર્જ કરાવશો અને તમને બે પ્લાનનો લાભ મળશે. તો જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ નવા અવતારમાં લોન્ચ થયો આઇકોનિક ફોન Nokia 6310, જાણો કિંમત અને ખાસિયત  

Airtel અને Jio માં કોણ સારૂ
બંને પ્લાનના બેનિફિટ્સ જોવામાં આવે તો જીયો બાજી મારી રહ્યું છે. પરંતુ બસ એક ડ્રો બેક આ પ્લાનમાં છે તે માત્ર JioPhone યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ બધા યૂઝર્સ કરી શકતા નથી. તો એરટેલનો પ્લાન તમામ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. પરંતુ બેનિફિટ્સને નજરઅંદાજ કરી શકાય નહીં. આ સિવાય કિંમત જીયોથી પણ ઓછી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More