Home> Technology
Advertisement
Prev
Next

Airtelની ધમાકેદાર દિવાળી ઓફર, દરેક યુઝરને મળશે 2000 રૂ.નો ફાયદો 

દિવાળીના પ્રસંગે અલગઅલગ કંપની જબરદસ્ત ઓફર્સ આપી રહી છે

Airtelની ધમાકેદાર દિવાળી ઓફર, દરેક યુઝરને મળશે 2000 રૂ.નો ફાયદો 

નવી દિલ્હી : હાલમાં દિવાળી નજીક છે ત્યારે અલગઅલગ કંપનીઓ જાતજાતના ઓફર્સ આપી રહી છે. હાલમાં ટેલિકોમ કંપની એરટેલ (Airtel) દ્વારા પોતાના કરોડો ગ્રાહક માટે ફેસ્ટિવ ઓફર લોન્ચ કરી છે. એરટેલના દાવા પ્રમાણે આ ફેસ્ટિવ ઓફરમાં દરેક યુઝરને 2000 રૂ. સુધીનો ફાયદો થશે. આ ઓફરનો ફાયદો એ યુઝર્સને જ મલશે જે નવો 4G સ્માર્ટફોન ખરીદશે. એરટેલની પ્રેસ રિલીઝ પ્રમાણે જે વપરાશકાર નવો 4G સ્માર્ટફોન ખરીદશે તેમને 2000 રૂ. કેશબેક તરીકે આપવામાં આવશે. 

fallbacks

Xiaomiએ લોન્ચ કર્યો 10 જીબી રેમ વાળો પ્રથમ 5G સ્માર્ટફોન, જાણો ફોનની કિંમત અને ફિચર્સ

આ કેશબેક એરટેલ મોબાઇલ એપ 'MyAirtel' મારફતે ગ્રાહકના એકાઉન્ટમાં જમા થઈ જશે. એરટેલની ઓફર પ્રમાણે ગ્રાહકોને આ કેશબેક કુપન તરીકે મળશે. યુઝરના એકાઉન્ટમાં 40 કુપન જમા કરી દેવામાં આવશે જેમાં દરેક કુપનની કિંમત 50 રૂ. હશે. યુઝર્સ આ ડિજિટલ કુપનનો ઉપયોગ 199 રૂ. કે એનાથી વધારે કિંમતના પ્રીપેઇડના રિચાર્જ માટે કરવામાં આવશે. જોકે, એક રિચાર્જ વખતે એક જ કુપનનો ઉપયોગ કરી શકાશે.  

827 પોર્ન વેબસાઈટ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

આ ઓફરનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ નવા 4G હેન્ડસેટમાં એરટેલનું 4G સીમ લગાવવું પડશે. આ સીમ 31 ઓક્ટોબર, 2018 પહેલાં લગાવવું પડશે. નવા 4G ફોનમાં એરટેલનું 4G સીમ લગાવશો કે તરત તમારા એકાઉન્ટમાં ઓટોમેટિક 2000 રૂ.ની કેશબેક આવી જશે. ગ્રાહક આ ઓફરનો લાભ માય એરટેલ એપ, એરટેલ TV અને વિંક મ્યુઝિકના માધ્યમથી મળશે. 

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More