Home> Technology
Advertisement
Prev
Next

Airtel એ યૂઝર્સને આપી ભેટ, આ પ્લાનમાં એક સાથે મળશે અનેક OTT સબ્સક્રિપ્શન, ફ્રીમાં જોઈ શકશો ટી20 વર્લ્ડ કપ

Airtel તરફથી યૂઝર્સને  Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. આજે અમે તમને આ પ્લાન્સની જાણકારી આપવાના છે. 

 Airtel એ યૂઝર્સને આપી ભેટ, આ પ્લાનમાં એક સાથે મળશે અનેક OTT સબ્સક્રિપ્શન, ફ્રીમાં જોઈ શકશો ટી20 વર્લ્ડ કપ

નવી દિલ્હીઃ એરટેલ તરફથી સમયની સાથે પ્લાનમાં ફેરફાર કરવામાં આવે છે. પ્રીપેડ પોર્ટફોલિયોમાં કંપનીએ એકવાર ફરી ફેરફાર કર્યો છે. તેમાં તમને ઘણા શાનદાર ઓટીટી બેનિફિટ્સ મળવાના છે. જ્યારે આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ડેટા મળવાનો છે અને આ સાથે ઓટીટી બેનિફિટ્સ મળશે. તેની મદદથી તમારે તે સમજવું સરળ થઈ જશે કે આ પ્લાન્સ તમારા માટે સારા છે કે નહીં.

fallbacks

Airtel ના 2 એવા પ્લાન્સ છે જે ઓટીટી બેનિફિટ્સ સાથે આવે છે. પ્રથમ પ્લાન 839 અને બીજો 869 રૂપિયાનો પ્લાન છે. બંને પ્લાનમાં સેમ વેલિડિટી મળે છે અને તે 84 દિવસ છે. હવે તમને જણાવીએ કે આખરે બંને પ્લાનમાં મળનાર બેનિફિટ્સમાં શું અંતર છે.

869 પ્લાન ઓફર્સ
869 રૂપિયાવાળા પ્લાનથી શરૂઆત કરીએ. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે, 100 એસએમએસ દરરોજ મળે છે. આ સિવાય પ્લાન બે જીબી ડેલી ડેટા સાથે આવે છે. વાત ઓટીટીની કરીએ તો તેમાં Disney+ Hotsta નું સબ્સક્રિપ્શન ત્રણ મહિના માટે આપવામાં આવે છે. આ પ્લાન રિવોર્ડ મિની સબ્સક્રિપ્શન સાથે આવે છે. તેમાં Unlimited 5G Data, Apollo 24|7 Circle, free Hellotunes અને Wynk Music મળે છે. 

839 પ્લાન ઓફર્સ
839 રૂપિયાવાળો પ્લાન પણ તમારા માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ અને દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાન ઓટીટી બેનિફિટ્સની સાથે આવે છે. તેમાં Airtel Xstream Play આપવામાં આવે છે, જે 20+ OTT Platforms ની સાથે આવે છે. એટલે કે એક પ્લાનમાં તમને ઘણા બેનિફિટ્સ મળવાના છે. તેમ કહી શકાય કે આ પ્લાન તમારા માટે સારો સોબિત થઈ શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More