Home> Technology
Advertisement
Prev
Next

આ 2 નંબર પરથી ફોન આવે તો ભૂલેચૂકે ન ઉપાડતા, ખુબ પસ્તાશો...એક ઝાટકે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે!

આ કોલની ભાળ લગાવવા ખુબ મુશ્કેલ હોય છે. આથી સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને લોકો સાથે ફ્રોડ આચરે છે. આ લોકો VPN નો ઉપયોગ કરીને પોતાનું લોકેશન  છૂપાવે છે, જેનાથી પકડવા વધુ મુશ્કેલ બને છે. 

આ 2 નંબર પરથી ફોન આવે તો ભૂલેચૂકે ન ઉપાડતા, ખુબ પસ્તાશો...એક ઝાટકે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે!

TRAI એ એક નવો નિયમ બનાવ્યો છે જેનાથી એક ઓક્ટોબરથી ફેક કોલ અને મેસેજ ઓછા થવાના શરૂ થઈ ગયા છે. આ નિયમ ફેક કોલ અને મેસેજને સીધું નેટવર્ક ઉપર જ રોકી દેશે. આ સાથે જ ટેલિકોમ કંપનીઓ AI જેવા નવા તરીકાઓથી પણ આ કૌભાંડોને રોકવાની કોશિશ કરી રહી છે. પરંતુ સ્કેમર્સ પણ નવા નવા તરીકા શોધી રહ્યા છે, જેમ કે ઈન્ટરનેટ કોલનો ઉપયોગ કરવો. 

fallbacks

Internet Calls Scams 
થાઈલેન્ડ ટેલિકોમ ઓથોરિટી મુજબ થાઈલેન્ડમાં જે લોકો ઈન્ટરનેટ કોલ કરે છે તેમના નંબર મોટાભાગે +697 કે +698 થી શરૂ થાય છે. આ કોલની ભાળ લગાવવા ખુબ મુશ્કેલ હોય છે. આથી સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને લોકો સાથે ફ્રોડ આચરે છે. આ લોકો VPN નો ઉપયોગ કરીને પોતાનું લોકેશન  છૂપાવે છે, જેનાથી પકડવા વધુ મુશ્કેલ બને છે. 

કેવી રીતે પકડવું કે સ્કેમ છે?
જો તમે ભૂલથી પણ આમાંથી કોઈ કોલનો જવાબ આપી પણ દો તો તમારો કોઈ પણ વ્યક્તિગત ડેટા ન આપવો. આ લોકો કદાચ કહેશે કે તેઓ સરકાર  કે બેંકમાંથી ફોન કરી રહ્યા છે. જો તેઓ તમારી પાસે કોઈ જાણકારી માંગે તો તેમને કહો કે તમે તેમને પછી ફોન કરશો. જો તેઓ તમને પાછો કોલ કરવા માટે નંબર ન આપે તો સમજી જાઓ કે આ સ્કેમ છે. 

કેવી રીતે રિપોર્ટ કરવો
સરકારે એક નવી વેબસાઈટ બનાવી છે જેનું નામ છે ચક્ષુ પોર્ટલ. તમે તેના પર જઈને ફેક કોલ અને મેસેજની ફરિયાદ કરી શકો છો. જો તમને કોઈ આવા કોલ કે મેસેજ મળે તો જે તમને યોગ્ય ન લાગતા હોય તો તમે આ વેબસાઈટ પર જઈને તેની ફરિયાદ કરી શકો છો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More