Home> Technology
Advertisement
Prev
Next

આવી ગઈ ફાસ્ટ ચાર્જર કરતા ફાસ્ટ પાવર બેંક! ચા-નાસ્તો કરો ત્યાં સુધીમાં મોબાઈલ થઈ જશે ફૂલ ચાર્જ!

આવી ગઈ ફાસ્ટ ચાર્જર કરતા ફાસ્ટ પાવર બેંક! ચા-નાસ્તો કરો ત્યાં સુધીમાં મોબાઈલ થઈ જશે ફૂલ ચાર્જ!

નવી દિલ્લીઃ મોબાઈલ એસેસરીઝ અને લાઈફસ્ટાઈલ કંપની AMANI માર્ટે આજે તેની AMANI ASP PB 20C પાવર બેંક લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પાવરબેંક 20,000mAh સાથે આવે છે અને તેના 2 USB પોર્ટ એકસાથે 2 ડિવાઈસને ચાર્જ કરી શકે છે. તેની કોમ્પેક્ટ અને એલિગેન્ટ ડિઝાઇન હાઈ ચાર્જિંગ કેપેસિટી સુવિધામાં ઉમેરો કરે છે. AMANI ASP PB 20C એ શ્રેષ્ઠ ગુણવત્તાની અલ્ટ્રા-કોમ્પેક્ટ પાવર બેંક છે જે શોર્ટ સર્કિટ, ઓવર-વોલ્ટેજ, ઓવર-કરંટ, ઓવર-ચાર્જ, ઓવર-ડિસ્ચાર્જ અને ઓવર-હીટિંગને કારણે થતા નુકસાન સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.AMANI ASP PB 20C Power Bank Price in India-
AMANI ASP PB 20C પાવરબેંકની કિંમત 2499 રૂપિયા રાખવામાં આવી છે. આ પાવરબેંક ભારતભરમાં www.amanimart.com અને ડીલરો પાસેથી ખરીદી શકાય છે.AMANI ASP PB 20C પાવર બેંક ફોનને ત્રણ વાર સંપૂર્ણ ચાર્જ કરશે-
પાવર બેંક સ્માર્ટફોનને ત્રણ વખત અને આઈપેડને એકવાર ફુલ ચાર્જ કરી શકે છે. પાવર બેંક 4 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. આ પાવર બેંક મોબાઈલ ફોન, mp3 પ્લેયર્સ, બ્લૂટૂથ હેડફોન, ડિજિટલ કેમેરા વગેરે જેવા લગભગ તમામ ડિજિટલ પ્રોડક્ટ્સને ચાર્જ કરવા સક્ષમ છે. આ પાવરબેંક ફાયરપ્રુફ અને તદ્દન સ્લીમ છે. A-ગ્રેડ લિથિયમ-આયન બેટરી અને ABS બોડી અને તેની મજબૂત ડિઝાઈન તેને આઉટડોર પ્રવૃત્તિઓ દરમિયાન લઈ જવાનું સરળ બનાવે છે.AMANI ASP PB 20C પાવર બેંક વિશે મહત્વની બાબતો-
પાવર બેંક અનેક અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે, જે દરેક સમયે મહત્તમ વપરાશકર્તા અને ઉપકરણની સુરક્ષાની ખાતરી આપે છે. પાવર બેંકને સંપૂર્ણ ચાર્જ થવામાં 3થી 4 કલાકનો સમય લાગે છે. તે ટાઈપ C ચાર્જિંગ ઈનપુટ: DC 5V-2.0A, માઈક્રો USB ઈનપુટ: DC 5V-2.0A, ચાર્જિંગ આઉટપુટ: DC 5V-2.0A (IQ), અને ટુ (ટાઇપ A) પાવર આઉટપુટ સ્લોટ જેવી સુવિધાઓ સાથે આવે છે. . ડિવાઈસ 1 યુનિટ પાવર બેંક, USB કેબલ, યુઝર મેન્યુઅલ અને વોરંટી કાર્ડ સાથે આવે છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More