Home> Technology
Advertisement
Prev
Next

Android માં મળશે iPhone નું આ શાનદાર ફીચર! જાણો બેટરીમાં થઇ શકે છે કયો ફેરફાર

Android Phone Battery Update: એન્ડ્રોઈડ ફોનમાં બેટરીને લઈને મોટા ફેરફારો થઈ શકે છે. એપલ યુઝર્સની જેમ એન્ડ્રોઇડ યુઝર્સ પણ ફોનની બેટરી હેલ્થ જાણી શકશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ડ્રોઇડ ફોનમાં બેટરી હેલ્થ ફીચર જલ્દી આવી શકે છે.

Android માં મળશે iPhone નું આ શાનદાર ફીચર! જાણો બેટરીમાં થઇ શકે છે કયો ફેરફાર

Android battery health: ઘણી વખત તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેમના ફોનની બેટરી ખરાબ થઈ ગઈ છે અથવા ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે. જ્યારે તમે નવો ફોન ખરીદો છો, ત્યારે તેની બેટરી ખૂબ સારી રીતે ચાલે છે, પરંતુ જ્યારે તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરો છો, ત્યારે બેટરીને નુકસાન થવુ સામાન્ય વાત છે. જો લોકોને સમયસર બેટરીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મળી જાય તો તેઓ ફોનનો યોગ્ય ઉપયોગ કરી શકશે. એન્ડ્રોઈડ ફોનમાં મોટા ફેરફારો થઈ શકે છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

fallbacks

મકાન માલિક માટે 'લક્ષ્મણ રેખા', ભાડુઆતની પરવાનગીથી મળશે ઘરમાં એન્ટ્રી, જાણો અધિકારો
ભલ ભલાની વર્ષો જૂન ચરબી ઉતારી દેશે આ 3 વસ્તુઓ, સુમો પહેલવાનમાંથી બની જશો સ્લીમ

આઇફોનમાં આપવામાં આવે છે આ શાનદાર ફીચર 
એપલના આઈફોનમાં બેટરી હેલ્થ ફીચર આપવામાં આવે છે, જેના દ્વારા યુઝર ફોનની બેટરી હેલ્થ વિશે જાણકારી મેળવતા રહે છે. આ ફીચર જણાવે છે કે iPhoneની બેટરી પરફોર્મન્સ કેવું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે iOSનું આ શાનદાર ફીચર એન્ડ્રોઈડ ફોનમાં પણ જોઈ શકાય છે. આવનારા સમયમાં આ ફીચર Pixel અને Android ફોનમાં આપવામાં આવી શકે છે. આનાથી એન્ડ્રોઇડની કામગીરીમાં વધુ સુધારો થશે.

Year Ender 2023: આ વર્ષે લોન્ચ થયા આ બેસ્ટ 5G સ્માર્ટફોન, કિંમત 20 હજારથી પણ ઓછી
ભલ ભલાની વર્ષો જૂન ચરબી ઉતારી દેશે આ 3 વસ્તુઓ, સુમો પહેલવાનમાંથી બની જશો સ્લીમ

રિપોર્ટમાં સામે આવી આ વાત
એન્ડ્રોઇડ ઓથોરિટીનો એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ એન્ડ્રોઇડ ફોન iOS સાથે બેટરીની માહિતી શેર કરી શકે છે. આની સાથે એપલ યુઝર્સની જેમ એન્ડ્રોઈડ યુઝર્સ પણ તેમના ફોનના હેલ્થને ટ્રેક કરી શકશે. આ પ્રયોગ અગાઉ પણ કરવામાં આવ્યો હતો. આ દિશામાં પ્રારંભિક પગલું એન્ડ્રોઇડ 14 સાથે લેવામાં આવ્યું હતું, પરંતુ રિપોર્ટ અનુસાર, આ ફીચર એન્ડ્રોઇડ 15ના લોન્ચ સાથે લાવવામાં આવી શકે છે.

આખરે 18 દિવસ સુધી જ કેમ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ, અંતમાં કેમ બચ્યા હતા 18 લોકો
ભારતીય રાજા પાસે હતો ભલ્લાલ દેવ જેવો ખતરનાક રથ અને મોટા મોટા પથ્થર ફેંકવાનું મશીન?

એન્ડ્રોઇડ યુઝર્સને મળશે આ લાભ 
જો આ ફીચર એન્ડ્રોઈડ ફોનમાં આવે છે તો તે યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આની મદદથી એન્ડ્રોઇડ યુઝર્સ ફોનની બેટરી હેલ્થ વિશે સાચી માહિતી મેળવી શકશે. તમે એ પણ જાણી શકશો કે તમારા ફોનની બેટરીની વર્તમાન ક્ષમતા કેટલી છે.

Elaichi Remedy: નોકરી સેટિંગ ન પડતું હોય કે પછી દેવું હોય, આ ટોટકો કરી દેશે લીલાલહેર
એકવાર ચેક કરી લેજો તમારી જન્મ કુંડળી, નુકસાનકારક સાબિત થઈ છે દોષ, જીવવું થઇ જશે હરામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More