Home> Technology
Advertisement
Prev
Next

Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone 16 તો નોંધી લો તારીખ

Apple Diwali Sale: જો તમે સીધા એપલ સ્ટોરથી પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. Apple એ પોતાની દિવાળી સેલની જાહેરાત કરી દીધી છે. આવો તમને જણાવીએ કે કયા દિવસથી એપલની દિવાળી સેલ શરૂ થઈ રહ્યો છે.

Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone 16 તો નોંધી લો તારીખ

Apple iPhone 16 Diwali Sale: હાલમાં એમેઝોન, ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે, જ્યાંથી તમને આઈફોન, મેકબુક અને આઈપેડ સહિત ઘણી પ્રોડક્ટ્સ સસ્તા ભાવે ખરીદી શકો છો. પરંતુ તમે સીધા એપલ સ્ટોરથી (ઓનલાઈન-ઓફલાઈન) પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરો છો તો તમારા માટે એક સમાચાર છે. Apple એ પોતાની દિવાળી સેલની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે એપલનો દિવાળી સેલ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આ સેલમાં લેટેસ્ટ આઈફોન, આઈપેડ, મેકબુક સહિત ઘણા બધા એપલ પ્રોડક્ટ્સ ઓછી કિંમતમાં મળી જશે. આવો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ.

fallbacks

સસ્તામાં ખરીદી શકશો iPhone 16
એપલની વેબસાઈટ પર એક બેનર છે જે જણાવે છે કે તેની દિવાળી સેલ 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલની સૌથી ખાસ વાત એ છે કે આ છૂટ ઓનલાઈન સ્ટોરની સાથે સાથે દિલ્હી અને મુંબઈમાં એપલના સ્ટોર્સ પર પણ મળશે. આ તે લોકો માટે સારું છે જેઓ Apple સ્ટોર પરથી એપલ પ્રોડક્ટ્સ ખરીદવાને બદલે તેને ઓનલાઈન ઓર્ડર કરવાનું પસંદ કરે છે. અહીં તમે iPhone 16 સહિત ઘણા iPhone ડિસ્કાઉન્ટ પર મેળવી શકો છો.

યૂઝર્સને ફાયદો
Apple એ હજી સુધી સંપૂર્ણ સેલ વિશે માહિતી આપી નથી, પરંતુ અગાઉના સેલને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વખતે પણ કેટલીક બેંક ડિસ્કાઉન્ટ, જૂના ફોનની એક્સચેન્જ ઑફર અને નો-કોસ્ટ EMI વિકલ્પ કેટલીક બેંકોના કાર્ડ પર ઉપલબ્ધ થઈ શકે છે. હાલમાં ICICI, અમેરિકન એક્સપ્રેસ અને Axis Bank કાર્ડ્સ પર નવીનતમ iPhone 16 સિરીઝ પર રૂ. 5,000 સુધી અને Apple Watch Series 10 પર રૂ. 4,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More