નવી દિલ્હી: ગત અઠવાડિયે Asus 6Z ને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આસુસે Flipkart સાથે પાર્ટનરશિપ કરી છે. આ સ્માર્ટફોનના ત્રણ વેરિએન્ટ લોન્ચ કર્યા છે. શરૂઆતી કિંમત 31999 રૂપિયા અને મેક્સિમમ કિંમત 39,999 રૂપિયા છે.
કિંમત
6GB+64GB વેરિએન્ટની કિંમત 31999 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિંમત 34999 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 39999 રૂપિયા છે. આ સ્માર્ટફોન બ્લેક, મિડનાઇત બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.
Oppo ટૂંક સમયમાં લોન્ચ કરશે અંડર ડિસ્પ્લે કેમેરાવાળો સ્માર્ટફોન, મળશે આ સુવિધા
સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા છે. તેમાં ફરનાર સેલ્ફી કેમેરા લાગેલો છે. 48MP+13MP નો ડુઅલ કેમેરા સેટઅપ છે જે મૂવ કરે છે અને સેલ્ફી અને રિયર કેમેરા, બંને તરફ કામ કરે છે. તેની ડિસ્પ્લે 6.4 ઇંચનો છે અને ક્વોલકોમ SM855 પ્રોસેસર લાગેલું છે. તેની બેટરી 5000 mAh ની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે