Home> Technology
Advertisement
Prev
Next

દર 5 મિનિટે વેચાઈ રહી છે આ દમદાર ગાડી! સાળી, સાઢુ અને જાનુડી સૌને ગમે છે આ ગાડી

HYUNDAI MOTORS: દરેકનું સપનું હોય છેકે, તેની પાસે પણ એક કાર હોય, જેમાં બેસીને તે પોતાના પરિવાર અથવા પોતાના પ્રિયજનો સાથે સફરની મજા માણી શકે. ત્યારે આજે આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે એક એવી ગાડીની જે વર્ષોથી સૌ કોઈની પસંદ છે. સેલિંગમાં આઠ વર્ષથી છે અવ્વલ...

દર 5 મિનિટે વેચાઈ રહી છે આ દમદાર ગાડી! સાળી, સાઢુ અને જાનુડી સૌને ગમે છે આ ગાડી

Hyundai Creta Sales Touch 10 Lakh units: કાર કંપની હ્યુન્ડાઈએ આપેલી માહિતી અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં એટલેકે, છેલ્લાં આઠ વર્ષોમાં 10 લાખથી વધારે ક્રેટા કારનું વેચાણ થઈ ચુક્યું છે. કંપનીએ સૌથી પહેલા વર્ષ 2015માં આ ગાડી લોન્ચ કરી હતી. હ્યુન્ડાઈની આ શક્તિશાળી મધ્યમ કદની SUV કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે, દર 5 મિનિટે ભારતમાં આ કારનું વેચાણ થઈ રહ્યું છે. 
છેલ્લાં આઠ વર્ષોમાં ભારતમાં સૌથી વધારે આ એક્સયુવી કારનું વેચાણ થયું છે. 

fallbacks

કાર કંપનીઓની વાત કરીએ તો ભારતમાં મારુતીનું નામ પહેલાં આવે કારણકે, તેનું સેલિંગ વધારે છે. જોકે, મારુતિ સુઝુકી બાદ ભારતમાં હ્યુન્ડાઈ કંપનીની ગાડીઓનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે. એમાંય ખાસ કરીને એક્સયુવી સેગમેન્ટમાં આવેલી ક્રેટાએ કાર માર્કેટમાં રીતસરની બૂમ પડાવી દીધી છે. છેલ્લાં આઠ વર્ષથી જ્યારથી આ ગાડી લોંચ થઈ છે ત્યાર તેણે રંગ જમાવ્યો છે. છેલ્લાં 8 વર્ષથી ક્રેટાનો ક્રેઝ સતત વધતો રહ્યો છે. 

આ વર્ષે હ્યુન્ડાઈ દ્વારા ક્રેટાનું નવું મોડલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. કંપની પ્રત્યે લોકોના સતત પ્રેમ અને ભારે માંગ વચ્ચે, કંપનીએ એકવાર Hyundai Cretaનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે આ કાર પહેલીવાર ભારતીય રસ્તાઓ પર વર્ષ 2015માં આવી હતી અને ત્યારથી ક્રેટાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. હવે કંપનીએ Cretaના વેચાણને લઈને મોટો ધડાકો કર્યો છે.

અત્યાર સુધીમાં 10 લાખ યુનિટ વેચાયા છે-
હ્યુન્ડાઈ કાર કંપની દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છેકે, અત્યાર સુધીમાં તેમની 10 લાખ કરતા વધારે ક્રેટા કાર ભારતમાં વેચાઈ ચુકી છે. આના પરથી તમે આ કાર પ્રત્યે લોકોની ચાહનાનો અંદાજો લગાવી શકો છો. વર્ષ 2015માં ભારતમાં લોન્ચ થયેલી ક્રેટાએ અત્યાર સુધીમાં સેલિંગના અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. 

કેમ લોકોને પસંદ આવી રહી છે આ કાર?
કંપનીના કહેવા પ્રમાણે સ્ટાઈલીશ લૂક, સુપર સ્ટ્રેન્થ, કમ્ફર્ટ, સ્ટેટ્સ સિમ્બોલ, બોલ્ડ ડિઝાઈન, જબરદસ્ત પરફોર્મન્સ, હાઈટેક ટેકનોલોજી સહિત શાનદાર સેગમેન્ટ ડિફાઈનિંગ સેફ્ટી ફીચર્સને કારણે લોકો આ કાર ખુબ જ પસંદ કરી રહ્યાં છે. તેથી બીજી ગાડી લેવા આવેલાં ગ્રાહકો પણ શો રૂમમાં ક્રેટ જોઈને તેના પર મોહિત થઈ જાય છે. 

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ નવી ક્રેટા કારને અત્યાર સુધીમાં ક્રેટા કારને નવા 60 હજારથી વધારે બુકિંગ મળ્યા છે. કંપનીએ જાન્યુઆરીમાં Cretaનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું અને એક મહિનાના ગાળામાં જ આ કારને 60000થી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. કંપનીએ Hyundai Cretaનું આ ફેસલિફ્ટ વર્ઝન 10,99,990 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કર્યું છે.

ક્રેટાનો ક્રેઝઃ
હ્યુન્ડાઇએ તેને 6 મોનો ટોન કલર વિકલ્પો સાથે 7 વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે, જેમાં રોબસ્ટ એમેરાલ્ડ પર્લ (નવું), ફાયરી રેડ, રેન્જર ખાકી, એબિસ બ્લેક, એટલાસ વ્હાઇટ, ટાઇટન ગ્રે અને બ્લેક રૂફ સાથે એટલાસ વ્હાઇટનો સમાવેશ થાય છે. ભારતીય બજારમાં હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટ કિયા સેલ્ટોસ, મારુતિ ગ્રાન્ડ વિટારા, હોન્ડા એલિવેટ, ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર, સ્કોડા કુશક અને એમજી એસ્ટર જેવી સ્માર્ટ સેગમેન્ટની ગાડીઓ છે જેની વચ્ચે સેલિંગમાં સીધી ટક્કર જેવા મળે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More