Home> Technology
Advertisement
Prev
Next

Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી ઉઠ્યો પડદો, જાણો ખાસ વાતો

Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર પરથી ઉઠ્યો પડદો, જાણો ખાસ વાતો

Avan Motors એ બેંગ્લોરમાં ચાલી રહેલા Automobile Expo 2019 માં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Trend E રજૂ કર્યું હતું. Avan Trend E માં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાક છે. ટ્રેંડ ઇ કંપનીની Xero સીરીઝ ઇલેક્ટ્રિક સ્કૂટર હેઠળ જ આવશે. તેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે.
fallbacks
એક સમયે અબ્દુલ કમાલ તેમને કહેતા હતા 'આઇસક્રીમ લેડી', આજે છે 700 કરોડના માલિક

fallbacks

અવાન ટ્રેંડ ઇ સ્કૂટરમાં એલોય વીલ્ઝ સ્ટાડર્ડ આપવામાં આવ્યા છે. ફ્રંટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક છે. સ્કૂટરમાં હાઇડ્રોલિક ટેલેસ્કોપિક ફ્રંટ સસ્પેંશન અને કોઇય સ્પ્રિંગ રિયર સસ્પેંશન આપવામાં આવ્યા છે. તેની મહત્તમ લોડ ક્ષમતા 150 કિલોગ્રામ છે. તેમાં બે બેટરી અટેચ કરવાનો ઓપ્શન છે. સિંગલ બેટરી ફૂલ ચાર્જ પર 60 કિલોમીટર અને ડબલ બેટરી ફૂલ બેટરી ચાર્જ પર સ્કૂટર 110 કિલોમીટરનું અંતર કાપી શકે છે. સ્કૂટરમાં આપવામાં આવેલી લિથિયમ-આયન બેટરી 2 થી 4 કલાકમાં ફૂલ ચાર્જ થશે. 
fallbacks
Tata Altroz EV ફક્ત 1 કલાકમાં થઇ જશે ચાર્જ અને દોડશે 300 Km

ટ્રેંડ ઇ સ્કૂટરમાં ડિટેચેબલ બેટરી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે સ્કૂટર પોતાના સેગમેંટમાં બેસ્ટ ફિચર્સથી સજ્જ છે. હાલ દેશમાં અવાનના બે ઇલેક્ટ્રિક સ્કૂટર Xero and Xero+ ઉપલબ્ધ છે. નવા ટ્રેંડ ઇ સ્કૂટર ઉપરાંત ઇલેક્ટ્રિક મોટરસાઇકલ્સ પર પણ કામ કરી રહી છે. આ દેશમાં પોતાનામાં પ્રથમ પ્રકારની ઇલેક્ટ્રિક બાઇક્સ હશે. આગામી વર્ષે કંપની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરી શકે છે.
fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More