Home> Technology
Advertisement
Prev
Next

Battlegrounds Mobile India launch: ભારતના યુવા પબજી મોબાઇલ લવર્સ માટે ખરાબ સમાચાર, જાણો વિગત

ભારતમાં પબજી ગેમના કરોડો લોકો દિવાના હતા. પરંતુ સરકારના પ્રતિબંધને કારણે આ ગેમ હવે ભારતમાં ઉપલબ્ધ નથી. ત્યારબાદ ભારતમાં લોકો પબજી મોબાઇલ ઇન્ડિયાના દેશી સંસ્કરણ, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના લોંચની રાહ જોઈ રહ્યા છે.

Battlegrounds Mobile India launch: ભારતના યુવા પબજી મોબાઇલ લવર્સ માટે ખરાબ સમાચાર, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતમાં પબજી ગેમના કરોડો લોકો દિવાના હતા. પરંતુ સરકારના પ્રતિબંધને કારણે આ ગેમ હવે ભારતમાં ઉપલબ્ધ નથી. ત્યારબાદ ભારતમાં લોકો પબજી મોબાઇલ ઇન્ડિયાના દેશી સંસ્કરણ, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના લોંચની રાહ જોઈ રહ્યા છે. બેટગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયાના અપેક્ષિત આગમનથી ઉત્પન્ન થયેલી હાઈપનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ગૂગલ પ્લે સ્ટોર પર 20 કરોડથી વધુ લોકોએ પહેલાથી જ ગેમને પૂર્વ-સબ્સ્ક્રાઇબ કરી લીધી છે. પરંતુ આ ગેમમાં કેટલાક ખાસ નિયમો પણ હશે. જે પહેલાની પબજી ગેમમાં જોવા મળતા નહતા. જાણો ઈન્ડિયાની દેશી પબજી ગેમ વિશેના ખાસ નિયમો. 

fallbacks

1. 18 વર્ષની નાની ઉંમરના બાળકો માટે માતા-પિતાની મંજૂરી ફરજીયાત
18 વર્ષથી ઓછી વયના બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા રમનારાઓએ આ ગેમ રમવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી પડશે.

2. 3 કલાકથી વધુ ગેમ રમી શકાશે નહીં
ક્રાફ્ટન દ્વારા આપવામાં આવેલી સલાહ પ્રમાણે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો ત્રણ કલાકથી વધુ આ ગેમ રમી શકશે નહીં. 

આ પણ વાંચોઃ Mercedez Benz થી માંડીને BMW સુધીની કાર કંપનીઓમાં કઈ કંપની છે સૌથી અમીર?

3. અન્ય પ્રતિબંધો 
18 વર્ષથી નીચેના લોકોએ બેટગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા માટે નોંધણી કરાવવી પડશે. ખાતરી કરવા માટે પોતાના માતા-પિતાના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવો પડશે. જો માતાપિતાને લાગે છે કે તેના બાળકને ગેમની લત લાગી ગઈ છે. તો તેનું એકાઉન્ટ બંધ કરાવવા માટે પણ માતાપિતા સંપર્ક કરી શકશે. 

4. ડેટા પ્રોટેક્શન
ક્રાફ્ટન અનુસાર, બધા બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઇન્ડિયા ગેમર્સનો ગેમિંગ ડેટા ભારત અને સિંગાપોરમાં સર્વર્સ પર સંગ્રહિત કરવામાં આવશે.

5. PUBG મોબાઇલ ઇન્ડિયાનું ભારતીય સંસ્કરણ
બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયામાં તેની અલગ, રમત-ગમતની ઇવેન્ટ્સ અને ઇસ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ હશે, જે ભારતીય થીમ્સ પર આધારિત હોવાનું માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More