Home> Technology
Advertisement
Prev
Next

એકવાર ચાર્જ કરો પછી ટેન્શન ખતમ, આ ઇલેક્ટ્રિક કાર 450 KM દોડશે

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવના લીધે આમ આદમીના ખિસ્સા પર બોજો વધી ગયો છે. એવામાં કાર ઓનર્સ માટે મોંઘી કારને મેનેજ કરવી અને વધુ મુશ્કેલ બની ગઇ છે. આ દરમિયાન દેશમાં ઝડપથી ઇલેક્ટ્રિક વ્હિકલનું ચલણ વધવાનું છે.

એકવાર ચાર્જ કરો પછી ટેન્શન ખતમ, આ ઇલેક્ટ્રિક કાર 450 KM દોડશે

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવના લીધે આમ આદમીના ખિસ્સા પર બોજો વધી ગયો છે. એવામાં કાર ઓનર્સ માટે મોંઘી કારને મેનેજ કરવી અને વધુ મુશ્કેલ બની ગઇ છે. આ દરમિયાન દેશમાં ઝડપથી ઇલેક્ટ્રિક વ્હિકલનું ચલણ વધવાનું છે સાથે જ કંપનીઓનો શાનદાર લુક અને સારી રેંજવાળી કારો (Best Electric Car) ને માર્કેટમાં લઇને આવી રહી છે. અમે કેટલીક કાર્સ વિશે જણાવીશું જે પોતાની રેંજ માટે જાણિતી છે. 

fallbacks

કોઇ ઇલેટ્રિક કારની રેંજ (Best Driving Range) થી મતલબ છે કે તે ફૂલ ચાર્જ થયા બાદ કેટલા કિલોમીટર સુધી સફર તય કરી શકે છે. આ ઠીક તે પ્રકારે છે જેમ કે એક લીટર પેટ્રોલમાં કારના અંતર કાપવાને તેની માઇલેજ કહેવામાં આવે છે. તો તમને તે ઇલેક્ટ્રિક કારો વિશે જણાવીએ જેની રેંજ 300 કિમીથી વધુ છે. 

હ્યુંડાઇ કોના
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ હ્યુંડાઇ કોના (Hyundai Kona) નું છે જોકે ભારતીય બજારમાં એન્ટ્રી લેનાર પહેલી કાર હતી. કોનાને જુલાઇ 2019 માં ઉતારવામાં આવી હતી. કંપનીના અનુસાર ફૂલ ચાર્જ થયા બાદ આ કાર 450 કિમીથી વધુનું અંતર કાપી શકે છે. એટલું જ નહી ખાસ વાત એ છે કે આ કારને ચાર્જ થવામાં ફક્ત 30 મિનિટનો સમય લાગે છે. હ્યુંડાઇ કોના બે ઇલેક્ટ્રિક વેરિએન્ટમાં આવે છે. 
fallbacks

ટાટા નેક્સન
ટાટાની નેક્સન (Tata Nexon EV) પણ રેંજના મામલે કોઇનાથી કમ નથી અને ફૂલ ચાર્જ થયા બાદ આ કાર 300 કિમી સુધીનું અંતર કાપે છે. કંપનીના અનુસાર કારને ચાર્જ કરવા માટે 15A સોકેટનો ઉપયોગ થાય છે અને ફૂલ ચાર્જિંગમાં 8 કલાક સુધીનો સમય લાગે છે. જોકે ફાસ્ટ ચાર્જરની મદદથી કારને એકથી સવા કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. 
fallbacks

MG ZS
ઇલેક્ટ્રિક કારના મામલે એમજી કંપની પણ પોતાની ઓળખ બનાવી છે અને તેની MG ZS EV કાર પણ શાનદાર રેંજ સાથે આવે છે. કારમાં લિક્વિડ કૂલ લિથિયમ આયલ બેટરી લાગેલી છે. જે ફૂલ ચાર્જ થતાં 340 કિમી સુધી ચાલી શકે છે. આ ઉપરાંત એમજીની ડિલરશિપ પર લગાવવામાં આવેલા ફાસ્ટ ચાર્જર્સને મદદથી કારને 50 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. નોર્મલ હોમ એસી ચાર્જરથી ફૂલ ચાર્જિંગમાં 6 થી 8 કલાકનો સમય લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More