Jio Recharge Plan With OTT Under Rs 500: જો તમે પણ જિયો યુઝર્સ છો અને રિચાર્જ કરાવવા માટે એવો પ્લાન શોધી રહ્યાં છો જે બજેટમાં હોય અને સારી સુવિધાથી લેસ હોય, તો Jio ના 500 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ છે. તેમાં તમને ડેટા, અનલિમિટેડ કોલિંગ, 5જી એક્સેસ અને ઓટીટી પ્લેટફોર્મ જેવી સુવિધા મળશે.
209 અને 249 રૂપિયાનો પ્લાન તેવા યુઝર્સ માટે સારો છે જેને બેસિક ઈન્ટરનેટ એક્સેસની જરૂર હોય છે. 209 રૂપિયામાં દરરોજ 1જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને JioTV તથા JioCloud જેવી સુવિધા 22 દિવસ માટે મળે છે, જ્યારે 249 રૂપિયામાં આ લાભ 28 દિવસ માટે મળે છે.
જો તમારે થોડા વધુ ડેટાની જરૂર હોય તો તમારા માટે 299 રૂપિયાનો પ્લાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં 1.5GB/ ડેટા, કોલિંગ અને 90 દિવસ માટે JioHotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ શ્રેણીમાં 329 રૂપિયાનો પ્લાન છે, જે મ્યુઝિક પ્રેમિઓને ધ્યાનમાં રાખતા 90 દિવસનું JioSaavn Pro આપે છે.
આ પણ વાંચોઃ AI જણાવી રહ્યું છે માલામાલ બનવાના સરળ રસ્તા, આ ટૂલ્સથી ઘરે બેઠા મેળવી શકો છો રોજગાર!
OTT ની ઈચ્છા હોય તેના માટે 349 અને 445 રૂપિયાના ખાસ પ્લાન છે. 349 રૂપિયાના પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા અને JioHotstar નું સબ્સક્રિપ્શન મળે છે, જ્યારે 445 રૂપિયાના પ્લાનમાં SonyLIV, ZEE5, Lionsgate Play, Discovery+ અને FanCode જેવા પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન સામેલ છે.
જેને વધુ ડેટાની જરૂર છે તેના માટે 399 રૂપિયાનો પ્લાન બેસ્ટ છે, જેમાં દરરોજ 2.5જીબી ડેટા મળે છે. સ્ટ્રીમિંગ અને ગેમિંગ માટે આ પ્લાન આદર્શ છે.
બોનસઃ જો તમારે દરરોજ 2જીબી ડેટા કે તેનાથી વધુ ડેટા જોઈએ તો તમને Jio True 5G અનલિમિટેડની સુવિધા મળે છે.
તેનાથી સ્પષ્ટ છે કે 445 રૂપિયાવાળો પ્લાન વધુ OTT એક્સેસ અને ડેટા સુવિધાની સાથે સૌથી વધુ વેલ્યુ ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે