નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની એરટેલે વિરોધીઓને ટક્કર આપવા માટે વધુ એક દાવ ચાલી દીધો છે. એરટેલે પોતાના પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ યૂઝર્સોને ફ્રીમાં Disney+ Hotstar VIP મેમ્બરશિપ આપવાનો નિર્ણય લીધો છે. યૂઝર્સ કંપનીની Airtel Thanks એપ દ્વારા મેમ્બરશિપ મેળવી શકે છે. એરટેલની વેબસાઇટ પ્રમાણે 499 રૂપિયાથી ઉપરના પોસ્ટપેડ કે 999 રૂપિયાથી ઉપરના બ્રોડબેન્ડ પ્લાન યૂઝર્સને આ ઓફરનો લાભ મળશે.
કંપનીનું કહેવું છે કે હાલ આ ઓફર પસંદગીના ગ્રાહકોને આપવામાં આવી રહી છે. જો તમે પણ એરટેલના પોસ્ટપેડ કે બ્રોડબેન્ડ ગ્રાહક છે અને જાણવા ઈચ્છો છો કે તમે ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીની ફ્રી મેમ્બરશિપ મળી છે કે નહીં, તો તમારે એરટેલ થેંક્સ એપ પર જવું પડશે.
કંપનીએ જણાવ્યું કે, ગ્રાહક પ્રત્યેક પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ પ્લાન માટે એક જ વાર ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. તમારે તે પણ ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે તમારા પ્લેટનને હોલ્ડ પર મુકી દેશો ત્યારે તમારી ફ્રી મેમ્બરશિપ સમાપ્ત કરી દેવામાં આવશે.
એરટેલનો 499 વાળો પોસ્ટપેડ પ્લાન
એરટેલના 499 રૂપિયા વાળા પોસ્ટપેડ પ્લાનમાં 75 જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ પણ મળે છે. તેમાં એમેઝોન પ્રાઇમ અને એરટેલ એક્સટ્રીમ મેમ્બરશિપ પણ આપવામાં આવે છે.
જીયોનો 399 રૂપિયા વાળો પ્લાન
મહત્વનું છે કે થોડા સમય પહેલા JioPostpaid Plus પ્લાનને લોન્ચ કર્યો હતો. કંપનીના પ્લાનની શરૂઆત 399 રૂપિયાથી થાય છે અને શરૂઆતીમાં પ્લાનમાં નેટફ્લિક્સ મોબાઇલ, એમેઝોન પ્રાઇમ અને ડિઝ્ની+હોટસ્ટાર વીઆઈપીનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે