Home> Technology
Advertisement
Prev
Next

MG Cyberster: ભારતની પહેલી સુપર સ્પોર્ટસ ઈલેક્ટ્રિક કારનું બુકિંગ શરૂ, સિંગલ ચાર્જમાં દોડશે 500km

JSW MG મોટર ઇન્ડિયા પોતાની પહેલી સુપર સ્પોર્ટસ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. MG Cybersterને આ વર્ષે ઓટો એક્સપો 2025માં રજૂ કરવામાં આવી હતી. આ કારને તેની શાનદાર ડિઝાઇન અને ડ્રાઇવિંગ રેન્જને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

MG Cyberster: ભારતની પહેલી સુપર સ્પોર્ટસ ઈલેક્ટ્રિક કારનું બુકિંગ શરૂ, સિંગલ ચાર્જમાં દોડશે 500km

ભારતીય કાર માર્કેટમાં હવે નવી નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવી Kia EV6 ઇલેક્ટ્રિક કાર હમણાં જ લોન્ચ કરવામાં આવી છે અને હવે JSW MG મોટર ઇન્ડિયા પોતાની પ્રથમ સુપર સ્પોર્ટ્સ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. MG Cybersterને આ વર્ષે ઓટો એક્સપો 2025માં રજૂ કરવામાં આવી હતી. આ કારને પોતાની શાનદાર ડિઝાઇન અને ડ્રાઇવિંગ રેન્જને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે, ચાલો જાણીએ કે તેમાં કંઈક ખાસ અને નવું જોવા મળશે કે કેમ…

fallbacks

40,000,000,000 કરોડનું જહાજ, 27 લાખનો હોટલ રૂમ, લગ્નમાં પાણીની જેમ ખર્ચ કરશે Bezos

51,000માં કરો બુક 
MG Cybersterનું બુકિંગ શરૂ થઈ ગયું છે, ગ્રાહકો 51,000 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને આ કાર બુક કરાવી શકે છે. આ ઉપરાંત MG સાયબરસ્ટાર ઇલેક્ટ્રિક રોડસ્ટર અને M9 ઇલેક્ટ્રિક લક્ઝરી MPV રજૂ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં પોતાની હાજરીને મજબૂત કરવા માટે પણ તૈયાર છે. વધુ ડિલિવરી એપ્રિલ 2025 માં શરૂ થવાની ધારણા છે.

ધો.12માં ભણતા વિદ્યાર્થીઓને ઝટકો! આ લોકો નહીં આપી શકે બોર્ડની પરીક્ષા, જાણો કારણ?

MG Cyberster ની ફીચર્સ
આ વર્ષે ઓટો એક્સ્પો 2025માં, MG Cybersterએ પોતાની ડિઝાઇન સાથે તમામ કારોનું પ્રદર્શન કર્યું. MGની આ પહેલી ઇલેક્ટ્રિક કન્વર્ટિબલ કાર હશે. Cyberster ને 77 kWh બેટરી પેક મળશે. આ કારે સાંભર સોલ્ટ લેક પર માત્ર 3.2 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની સ્પીડ હાંસલ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ EV 510 PS પાવર અને 725 Nm ટોર્ક ઓફર કરશે. MG Cybersterની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે. આ કારને MGના પસંદગીના આઉટલેટ્સ પર વેચવામાં આવશે. આ કાર ભારતમાં લાવવામાં આવે ત્યારે ગ્રાહકોને કેટલી પસંદ આવશે તે જોવું રહ્યું.

ઉનાળા વેકેશનમાં ફરવાનો પ્લાન બનાવો છો? તો આ વખતે વિદેશમાં ફરો માત્ર 6700 રૂપિયામાં!

Kia EV6 પણ આવી ભારતમાં...
તાજેતરમાં Kia EV6 ની કિંમત જાહેર કરવામાં આવી છે. એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ-હોલ્ડ આસિસ્ટ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને 8 એરબેગ્સ નવી Kia EV6 SUVમાં સેફ્ટી ફીચર્સ તરીકે આપવામાં આવી રહી છે. આ કાર સિંગલ ચાર્જ પર 663 કિ.મી (ARAI)ની રેન્જ આપે છે. આ વાહનની કિંમત 65.9 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More