BSNL Recharge Plan: BSNL દેશની જાણીતી ટેલિકોમ કંપની છે, જે તેના યુઝર્સ માટે અલગ-અલગ પ્રાઈસ રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા મળે છે. જો તમે BSNL યુઝર છો અને એક વર્ષનો પ્લાન શોધી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. અહીં તમને સંપૂર્ણ માહિતી મળશે. તમે BSNLનો રૂ. 2,999નો પ્લાન રિચાર્જ કરી શકો છો. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આવો અમે તમને આ પ્લાન વિશે જણાવીએ.
BSNLનો રિચાર્જ પ્લાન
BSNLના પોર્ટફોલિયોમાં અલગ-અલગ પ્રાઈસ રેન્જમાં ઘણા રિચાર્જ પ્લાન છે. યુઝર પોતાની પસંદગી મુજબ કોઈપણ પ્લાન રિચાર્જ કરી શકે છે. આમાંનો એક પ્લાન છે જે 2,999 રૂપિયામાં આવે છે. આ પ્લાન યુઝર્સને આખા વર્ષ માટે રિચાર્જથી ટેન્શન ફ્રી બનાવે છે.
બોલિવૂડમાં તૂટેલા સંબંધોની કહાની, ભારતના પ્રથમ રજિસ્ટર્ડ છૂટાછેડાની રસપ્રદ ગાથા!
પ્લાનમાં મળનારા લાભો
આ પ્લાન એક વર્ષ માટે ચાલે છે. મતલબ કે આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. સમગ્ર વેલિડિટી દરમિયાન યુઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. તેનો અર્થ એ છે કે, તમે દેશભરમાં કોઈપણ નેટવર્ક પર ગમે તેટલા કૉલ્સ કરી શકશો.
આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ડેટા મળે છે. જો કે, દરરોજ 3 GB ડેટાનો ઉપયોગ કર્યા પછી, સ્પીડ ઘટીને 40 kbps થઈ જશે. સાથે જ આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ટેક્સ્ટ મેસેજ મોકલવાની સુવિધા મળે છે.
દુનિયાના આ 5 દેશોમાં રાજ કરે છે ભારતીય કરન્સી,ડોલરને ટક્કર આપે છે 1 રૂપિયાનો સિક્કો!
સરકારી ટેલિકોમ કંપની
ઉલ્લેખનીય છે કે, BSNL દેશની સરકારી ટેલિકોમ કંપની છે, જે તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. થોડા સમય પહેલા દેશની ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પરંતુ, BSNLએ આવું કર્યું નથી. આજે પણ BSNL તેના યુઝર્સને જૂની કિંમતો પર રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે