Home> Technology
Advertisement
Prev
Next

BSNL નો ધમાકો! 997 રૂપિયામાં 160 દિવસ મળશે ડેટા-કોલિંગનો ફાયદો, Airtel અને Jio ની ચિંતા વધી

BSNL: દેશની સરકારી ટેલીકોમ કંપનીએ પોતાના યુઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. જે યુઝર્સને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ જોઈએ છીએ તેના માટે આ પ્લાન શાનદાર છે.

BSNL નો ધમાકો! 997 રૂપિયામાં 160 દિવસ મળશે ડેટા-કોલિંગનો ફાયદો, Airtel અને Jio ની ચિંતા વધી

BSNL: વારંવાર રિચાર્જ કરાવવાથી પરેશાન લોકો માટે BSNL એક શાનદાર ભેટ લાવ્યું છે. સરકારી ટેલીકોમ કંપની BSNL એ એક નવો લોન્ગ-ટર્મ પ્રીપેડ પ્લાન 997 રૂપિયામાં લોન્ચ કર્યો છે, જે 160 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન તે યુઝર્સ માટે છે જે વારંવાર રિચાર્જની ઝંઝટમાંથી ફ્રી રહેવા ઈચ્છે છે.

fallbacks

997 રૂપિયાના પ્લાનમાં શું મળશે?
160 દિવસની વેલિડિટી (5 મહિનાથી વધુ)
દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા, ત્યારબાદ સ્પીડ ઘટી 40Kbps થઈ જાય છે.
દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ
100 SMS દરરોજ
એટલે કે રિચાર્જ પીરિયડમાં તમને કુલ 320 જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે.

આ પણ વાંચોઃ Bajajને લાગ્યો મોટો ઝટકો! ઓગસ્ટમાં બંધ કરી શકે છે EV પ્રોડક્શન, આ છે મોટું કારણ

કોના માટે છે આ પ્લાન?
આ પ્લાન ખાસ કરી તેવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે દર મહિને રિચાર્જ કરાવવામાંથી બચવા ઈચ્છે છે. નાના શહેરો, વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને સીનિયર સિટીઝન માટે યોગ્ય છે. સેકેન્ડરી નંબર કે બેકઅપ સિમ માટે પણ આ સારો વિકલ્પ છે.

ઓછી કિંમતમાં વધુ વેલ્યુ
જ્યાં  Jio, Airtel અને Vi જેવા ખાનગી ઓપરેટર્સ ટક્કર આપી રહ્યાં છે તો BSNL આ પ્લાન દ્વારા લોન્ગ ટર્મ વેલ્યુ ઓફર કરી રહ્યું છે ન માત્ર બનાવટી ઓફર્સ. BSNL નું 4જી નેટવર્ક જે વિસ્તારમાં ઉપલબ્ધ છે તેના માટે તે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

જિયોનો 84 દિવસ અને 365 દિવસવાળો પ્લાન
રિલાયન્સ જિયો પણ યુઝર્સને સારા પ્લાન ઓફર કરે છે. જિયોનો 458 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 1000 ફ્રી એસએમએસ મળશે.

આ સિવાય જિયોનો 1958 રૂપિયાનો પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, 3600 ફ્રી SMS અને જિયો એપ્સનું એક્સેસ મળશે. પરંતુ આ પ્લાનમાં ડેટા મળતો નથી.

Airtel નો વાર્ષિક પ્લાન
એરટેલ પોતાના કરોડો યુઝર્સને 3599 રૂપિયામાં એક વર્ષની વેલિડિટી આપી રહી છે. આ પ્લાનમાં 365 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. સાથે દરરોજ 100 SMS ફ્રી આપવામાં આવે છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા પણ આપવામાં આવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More