Home> Technology
Advertisement
Prev
Next

સસ્તામાં મળી રહ્યો છે મોટોરોલાનો દમદાર સ્માર્ટફોન, 108MP કેમેરા સાથે મળશે ખાસ ફીચર્સ

ફ્લિપકાર્ટ સેલમાં તમે 108 મેગાપિક્સલ કેમેરાવાળો Motorola G60 સ્માર્ટફોન 15 હજાર રૂપિયા કરતા ઓછી કિંમતમાં ખરીદી શકો છો. તમારે તે પણ ધ્યાનમાં રાખવું પડશે કે ફ્લિપકાર્ટ સેલ માત્ર 2 નવેમ્બર સુધી ચાલશે. 
 

સસ્તામાં મળી રહ્યો છે મોટોરોલાનો દમદાર સ્માર્ટફોન, 108MP કેમેરા સાથે મળશે ખાસ ફીચર્સ

નવી દિલ્હીઃ જો તમે પણ દમદાર કેમેરાવાળો ફોન ખરીદવા વિશે વિચારી રહ્યાં છો તો તમારે રાહ જોવાની જરૂર નથી. ફ્લિપકાર્ટ સેલમાં તમે 108 મેગાપિક્સલ કેમેરાવાળો Motorola G60 સ્માર્ટફોન 15 હજાર રૂપિયા કરતા ઓછી કિંમતમાં ખરીદી શકો છો. તમારે તે પણ ધ્યાનમાં રાખવું પડશે કે ફ્લિપકાર્ટ સેલ માત્ર 2 નવેમ્બર સુધી ચાલશે. માત્ર કેમેરો જ નહીં, આ ફોનમાં બેટરી અને ડિસ્પ્લે પણ દમદાર મળે છે. તો આવો જાણીએ ફોનની કિંમત, ઓફર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે..

fallbacks

Motorola G60 ની કિંમત અને ઓફર્સ
મોટોરોલા જી60 માત્ર એક વેરિએન્ટ 6જીબી રેમ અને 128GB સ્ટોરેજમાં આવે છો. લોન્ચિંગ સમયે તેની કિંમત 17999 રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ સેલમાં આ ફોનને 15,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં  SBI ક્રેડિટ કાર્ડ અને ડેબિડ કાર્ડ ધારત આ ફોન પર 1250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. તેનાથી ફોનની કિંમત ઘટીને 14749 રૂપિયા થઈ જશે. આ ફોન તમે 15 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. 

આ પણ વાંચોઃ Jio ના ટોપ-3 ડેટા પ્લાન, મળશે 50GB હાઈસ્પીડ ડેટા, શરૂઆતી કિંમત 151 રૂપિયા

Moto G60 સ્માર્ટફોનમાં 6.80 ઇંચની મેક્સ વિઝન FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને એન્ટી-ફિંગરપ્રિન્ટ કોટિંગની સાથે આવે છે. તેમાં 6 જીબી રેમ અને 128જીબી સ્ટોરેજની સાથે ક્વાલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનના સ્ટોરેજને તમે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકો છો. સિક્યોરિટી માટે તેમાં પાછળની તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. આ દેશને સૌથી સસ્તો 108 મેગાપિક્સલ કેમેરાવાળો ફોન છે. 

ફોટોગ્રાફી માટે તેમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા અને 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર છે. તો આગળની તરફ સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 20W ટર્બોપાવર ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ સિવાય ફોનમાં 3.5mm હેડફોન જેક, ગૂગલ આસિસ્ટેન્ટ માટે અલગથી બટન અને બે કલર ઓપ્શન આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More