નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિ સૌથી સસ્તી નવી કાર ખરીદવા માગે છે તો પણ તેણે ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં, જરૂરી નથી કે વ્યક્તિ પાસે એક સાથે ખર્ચ કરવા માટે એટલા પૈસા હોય. તેથી, મોટી સંખ્યામાં લોકો કાર લોન લે છે અને પછી દર મહિને EMIના રૂપમાં ધીરે ધીરે લોનની ચુકવણી કરે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોનની સંપૂર્ણ ચૂકવણી થાય તે પહેલા જ કાર ચોરાઈ જાય તો? આવી સ્થિતિમાં, શું કાર લેનારાએ EMI ચૂકવવી પડશે કે પછી તે EMIમાંથી છૂટકારો મેળશે? આવો જાણીએ તમામ સવાલોના જવાબ આ અહેવાલમાં.
ઘણા લોકો આ બાબતે મૂંઝવણમાં પડી શકે છે. પરંતુ, જવાબ એ છે કે તમે લીધેલી લોન તમારે ચૂકવવી પડશે. એટલે કે તમારી કાર ચોરાઈ જાય તો પણ લોનની ચુકવણી તો કરવી જ પડશે. જો કે, આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ક્લેમ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમારી વીમા પૉલિસી ચોરીના દાવાઓને આવરી લે છે, તો તમે વીમા કંપનીમાં કાર ચોરીનો દાવો ફાઈલ કરી શકો છો, જે પછી વીમા કંપની તમારી કારના IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ)ના આધારે પ્રથમ લોન ચૂકવશે અને જો બાકીની લોન દાવાની રકમ ચૂકવ્યા પછી પણ બાકી રહે છે, તો તમને તે મળશે.
વાસ્તવમાં, જ્યારે તમે વીમા પોલિસી લો છો, ત્યારે વીમા કંપનીને ખબર હોય છે કે તમારી કાર પર લોન છે કે નહીં કારણ કે જે કાર પર લોન લેવામાં આવી છે તેની આરસી પર લોન આપનારી બેંકનું નામ નોંધાયેલું છે. તેથી જો કાર ચોરાઈ જાય તો વીમા કંપની તમારા ક્લેમના આધારે પ્રથમ બેંકને લોનના પૈસા આપે છે. જો તમારો દાવો નકારવામાં આવે છે, તો તમારે લોનની રકમ ચૂકવવી પડશે. જો તમે આમ નહીં કરો તો બેંક તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે અને દંડ પણ લગાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે