Home> Technology
Advertisement
Prev
Next

FBના સેટિંગમાં થયો જબરદસ્ત ફેરફાર, વાપરતા હો તો જાણવા કરો ક્લિક...

સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે પોતાના યુઝર્સ માટે નવું ફિચર રોલઆઉટ કર્યું છે

FBના સેટિંગમાં થયો જબરદસ્ત ફેરફાર, વાપરતા હો તો જાણવા કરો ક્લિક...

નવી દિલ્હી : સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુકે પોતાના યુઝર્સ માટે નવું ફિચર રોલઆઉટ કર્યું છે. આ ફિચર પ્રમાણએ કંપનીના ગ્રુપ ચેટ ફિચરમાં હવે 250 લોકો સાથે વાત કરી શકાય છે. ફેસબુકે આપેલી માહિતી પ્રમાણે ગ્રુપ ચેટ માટેની મર્યાદા 150ની હતી જે હવે વધારીને 250 કરી દેવામાં આવી છે. હવે 1.4 અબજ એક્ટિવ યુઝર્સ આ ફિચરનો ફાયદો ઉઠાવી શકશે. આ ગ્રુપ ચેટમાં યુઝર્સ પોતાના મિત્રો સાથે પર્સનલ મીટિંગ કે ડિસ્કશન કરી શકશે. 

fallbacks

1 લીટર પાણીમાં 300 KM ચાલશે આ કાર, જલ્દી આવી શકે છે બજારમાં

TechCrunchના રિપોર્ટ પ્રમાણે તમામ મેસેજના નોટિફિકેશન પહેલાં ફેસબુક ગ્રુપનું નોટિફિકેશન આવશે. આને એક્સેપ્ટ કર્યા પછી તમને ગ્રુપના તમામ નોટિફિકેશન મળવા લાગશે. 

Google પર આ 5 વસ્તુઓ સર્ચ કરવાનું પડી શકે છે ભારે, કારણ જાણી ચોંકી ઉઠશો

ફેસબુકના નવા ફિચર મારફતે તમે એક જ સમયે 50 લોકો સાથે ઓડિયો અને વીડિયો કોલ કરી શકાશે. આ સિવાય તમે ગ્રુપ ચેટમાં એ યુઝર્સનું જ નોટિફિકેશન રિસીવ કરી શકશો જેને તમે મંજૂરી આપી હશે. તમે યુઝર્સ નોટિફિકેશન બંધ પણ કરી શકો છો. આ સિવાય ગ્રુપ એડમિન પાસે ચેટ બંધ કરવાનો તેમજ લોકોની સંખ્યા સિમિત કરવાનો અધિકાર રહેશે. 

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More