Home> Technology
Advertisement
Prev
Next

CNG કારની ઇચ્છા છે, આ છે સૌથી સસ્તી ગાડીઓ; માઇલેજ પણ દમદાર

પેટ્રોલ-ડીઝલની વધતા જતા ભાવ દરેકને હેરાન કરી રહ્યા છે અને એવામાં દરેક વ્યક્તિ વિકલ્પની શોધમાં છે. જો તમે પણ અન્ય લોકોની માફક સસ્તી સીએનજી (CNG) કાર શોધી રહ્યા છે જે સારી માઇલેજ પણ આપી શકે, તો અહીં અમે એવી જ કારોની એક યાદી તૈયાર કરી છે જે ઓછી કિંમતમાં મળી રહી છે. 

CNG કારની ઇચ્છા છે, આ છે સૌથી સસ્તી ગાડીઓ; માઇલેજ પણ દમદાર

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની વધતા જતા ભાવ દરેકને હેરાન કરી રહ્યા છે અને એવામાં દરેક વ્યક્તિ વિકલ્પની શોધમાં છે. જો તમે પણ અન્ય લોકોની માફક સસ્તી સીએનજી (CNG) કાર શોધી રહ્યા છે જે સારી માઇલેજ પણ આપી શકે, તો અહીં અમે એવી જ કારોની એક યાદી તૈયાર કરી છે જે ઓછી કિંમતમાં મળી રહી છે. 

fallbacks

Maruti S-Presso
મારૂતિ સુઝુકીની મિની એસયૂવી કહેવાતી Maruti S-Presso ની શરૂઆતી કિંમત 5.06 લાખ રૂપિયા છે. આ કાર 67hp નો પાવર અને 90Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં 55 લીટરની ફ્યૂલ ટેંક છે. આ કાર  31.2 km/kg ની માઇલેજ આપે છે. 

Maruti Alto CNG
મારૂતિ સુઝુકીની સૌથી સસ્તી હેચબેક નાની કાર અલ્ટો છે. તેની શરૂઆતી કિંમત 4.66 રૂપિયા છે. Maruti Alto CNG માં  800CC ની ક્ષમતાનું એન્જીન છે. આ કાર 40hp નો પાવર અને 60Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ગિયરબોક્સ સાથે આવે છે. આ 31.59 km/kg ની માઇલેજ આપે છે. 

Maruti Wagon R CNG 
મારૂતિ સુઝુકીની કાર વેગન આર પણ સીએનજી કિટ સાથે આવવા લાગી છે. તેની શરૂઆતી કિંમત 5.70 લાખ રૂપિયા છે. આ 58hp નો પાવર અને 78Nm નો ટોર્ક જનરેટ કરે છે અને તેની ફ્યૂલ ટેંક 60 લીટર છે. Wagon R CNG 32.52 km/kg માઇલેજ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More