Home> Technology
Advertisement
Prev
Next

તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવામાં આવ્યા છે, DoTના આ પોર્ટલથી કરો તપાસ

થોડા સમય પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન્સે એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આથી યુઝર્સ ચેક કરી શકે કે તેમના નામથી કેટલા મોબાઈલ કનેક્શન આપવામાં આવ્યા છે. આ માટે TAFCOP પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. આ પોર્ટલથી જોઈ શકાય છે કે એક આધાર કાર્ડ પર કેટલા સિમ લેવામાં આવ્યા છે.

તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવામાં આવ્યા છે, DoTના આ પોર્ટલથી કરો તપાસ

નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન્સે એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આથી યુઝર્સ ચેક કરી શકે કે તેમના નામથી કેટલા મોબાઈલ કનેક્શન આપવામાં આવ્યા છે. આ માટે TAFCOP પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે. આ પોર્ટલથી જોઈ શકાય છે કે એક આધાર કાર્ડ પર કેટલા સિમ લેવામાં આવ્યા છે. DoT ગાઈડલાઈન્સ મુજબ એક આધાર કાર્ડથી 9 મોબાઈલ કનેક્શન લઈ શકાય છે. આ પોર્ટલની મદદથી યુઝર્સને લાગે છે કે કોઈ ખોટા નંબર તેમના આધાર કાર્ડથી લેવામાં આવ્યા છે, તો તેને બંધ કરવા સુધીની વિનંતી પણ પોર્ટલની મદદથી કરી શકે છે. અહીં તેના માટે અમે સંપૂર્ણ રીત દર્શાવીશું.

fallbacks

તમારા આધાર કાર્ડથી કેટલા સિમ લેવામાં આવ્યા છે. આ માટે સૌથી પહેલા તમારે TAFCOPની વેબસાઈટ પર જાવું પડશે. TAFCOPની વેબસાઈટને તમે https://tafcop.dgtelecom.gov.in પર એક્સેસ કરી શકો છો. વેબસાઈટ ઓપન થયા બાદ તમને અહીં મોબાઈલ નંબર આપવો પડશે અને OTP માટે રિક્વેસ્ટ કરવી પડશે.

તમને DoT તરફથી એક OTPનો મેસેજ મળશે. આનાથી તમે પોતાના સાઈન ઈન વેલિડેટ કરાવી શકો છો. વેલિડેટ થઈ ગયા બાદ આધાર કાર્ડથી લિંક્ડ તમામ મોબાઈલ નંબરની લીસ્ટનું પોર્ટલ તમને દેખાશે. જો નંબર વપરાશમાં ન હોય તો તેને બંધ કરવાની રિક્વેસ્ટ તમે આ પોર્ટલ થકી કરી શકો છો. આપને જણાવી દઈએ કે આ સર્વિસ હાલ તેલંગણા અને આંધ્રપ્રદેશ માટે જ છે. આવનારા સમયમાં આ સર્વિસને બાકી રાજ્યો માટે પણ જાહેર કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More