Home> Technology
Advertisement
Prev
Next

ભારતીય બજારમાં નવી સસ્તી CNG કાર લોન્ચ, મળશે SUV જેવો લુક, જાણો કિંમત અને ફીચર્સ

સિટ્રોન ઇન્ડિયાએ તેની એન્ટ્રી લેવલ કાર C3 ને CNG વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. જોકે, ગ્રાહકો આ કાર CNG કિટ ફિટમેન્ટ સાથે ખરીદી શકશે. આ કિટ ડીલરો દ્વારા સ્થાપિત કરવામાં આવશે.

ભારતીય બજારમાં નવી સસ્તી CNG કાર લોન્ચ, મળશે SUV જેવો લુક, જાણો કિંમત અને ફીચર્સ

Auto News: સિટ્રોન ઈન્ડિયાએ પોતાની એન્ટ્રી લેવલ કાર C3 ને CNG વેરિએન્ટમાં લોન્ચ કરી છે. પરંતુ આ કારને ગ્રાહક CNG કિટ ફિટમેન્ટની સાથે ખરીદી શકશે. આ કિટને ડીલર્સ તરફથી લગાવવામાં આવશે. આ કિટ લગાવ્યા બાદ તેની એક્સ-શોરૂમ કિંમત બેઝ વેરિએન્ટથી 93000 રૂપિયા વધુ રહેશે. એટલે કે C3 CNG ની એક્સ-શોરૂમ કિંમત 7.16 લાખ રૂપિયાથી શરૂ થશે. ખાસ વાત છે કે ગ્રાહક પોતાના પસંદગીના વેરિએન્ટમાં આ કિટ લગાવી શકશે.

fallbacks

સિટ્રોન ઈન્ડિયા ડીલરશિપે C3 હેચબેકમાં CNG કિટની સપ્લાય અને ઈન્સ્ટોલેશન માટે Lovato ની સાથે ટાઇઅપ કર્યું છે. સિંગલ સિલેન્ડર CNG કિટમાં 55 લીટર બરાબર કેપેસિટી છે. કંપનીનું કહેવું છે કે એક ફુલ ટેંક પર કાર 170થી 200 કિમી સુધી ચાલશે. સિટ્રોને પુષ્ટિ કરી છે કે સીએનજી કિટ માત્ર 1.2 નેચરલી એસ્પિરેટેડ એન્જિનની સાથે ઉપલબ્ધ છે, જે પેટ્રોલ પર ચાલવા પર 82hp નો પાવર અને 115Nm નો ટોર્ક ડેવલોપ કરશે. જ્યારે બ્રાન્ડે હજુ સુધી સીએનજી પર આઉટપુટના આંકડા જણાવ્યા નથી. તેમાં 5-સ્પીડ મેનુઅલ ગિયરબોક્સ સ્ટાન્ડર્ડ છે.

આ પણ વાંચોઃ બટન દબાવતા જ માત્ર 2 મિનિટમાં કાર બની જાય છે પ્લેન! આવતા વર્ષે લોન્ચ થશે એરકાર

સિટ્રોન એવો પણ દાવો કરે છે કે રાઇડ ગુણવત્તા પ્રમાણભૂત પેટ્રોલ મોડેલથી અલગ હોય તે સુનિશ્ચિત કરવા માટે પાછળના સસ્પેન્શનને અપગ્રેડ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે C3 CNG ચાર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. તેમાં લાઈવ, ફીલ, ફીલ(ઓ) અને શાઈનનો સમાવેશ થાય છે. જેની એક્સ-શોરૂમ કિંમત 7.16 લાખ રૂપિયાથી 9.24 લાખ રૂપિયા સુધીની છે. આ બ્રાન્ડ C3 ની જેમ જ CNG ઘટક માટે 3 વર્ષ / 1 લાખ કિલોમીટર વોરંટી પણ ઓફર કરે છે.

સિટ્રોન C3 ના ફીચર્સની વાત કરીએ તો સેફ્ટી માટે તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ મળે છે. જ્યારે  LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ, સેન્ટર કંસોલથી ડોર એરિયામાં રિપોઝિશન કરવામાં આવેલ પાવર વિન્ડો સ્વિચ, ઈન્ટીગ્રેટેડ ટર્ન ઈન્ડિકેટર્સની સાથે ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ આઉટસાઇડ રિયર વ્યૂ મિરરને સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય બજારમાં તેનો મુકાબલો મારૂતિ સ્વિફ્ટ, ટાટા પંચ, હ્યુન્ડઈ એક્સચર, રેનો કાઇગર જેવા મોડલ સાથે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More