Home> Technology
Advertisement
Prev
Next

Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો MI ના દિવાના

રેડમી નોટ 10માં આઇપીએસ એલસીડી 90 હર્ટ્ઝ ડિસ્પ્લે હોઇ શકે છે. ડિવાઇસનું પ્રો વર્જન આઇપીએસ એલસીડી 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. આ બંને ડિવાઇસ ગૂગલના એંડ્રોઇડ 11 સપોર્ટિંગ સિસ્ટમને સપોર્ટ કરી શકે છે.

Xiaomi: ભલે હીનાને પસંદ ન હોય, પણ આ નવા મોડલના ફીચર્સ જોઇ તમે બની જશો  MI ના દિવાના

નવી દિલ્હી: સ્માટફોન બ્રાંડ શાઓમી (Xiaomi) જલદી જ બજારમાં રેડમી નોટ 10 સીરીઝ (Redmi Note 10 series) ને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીના જનરલ મેનેજર લૂ વીબિંગ રેડમી નોટ 9 (Redmi Note 9) યૂઝર્સ પાસેથી ફીડબેક માંગ્યા છે. તેમણે રેડમી નોટ 9 ની એક તસવીર પોસ્ટ કરી છે અને લોકો પાસે આ ફીચર્સ વિશે મંતવ્ય માંગ્યા છે. જેમને તે તેના ઉત્તરાધિકારીમાં જોવા માંગે છે. તેનાથી એ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાઓમી જલદી જ એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. 

fallbacks

જોકે વીબિંગે પોતાની પોસ્ટમાં અપકમિંગ ડિવાઇસ વિશે વધુ ખુલાસો કર્યો નથી. જોકે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાઓમી ફેબ્રુઆરી મહિનામાં રેડમી નોટ 10 ને લોન્ચ સાથે પોતાના યૂઝર્સને સરપ્રાઇઝ આપવા માંગે છે. 

Share Market: 5 દિવસમાં રોકાણકારોના 10 Lakh કરોડ સ્વાહા, જુઓ માર્કેટની હલચલ

શાઓમી રેડમી નોટ 10 સ્પેસિફિકેશન્સ
એવું અનુમાન છે કે રેડમી નોટ 10 માં ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 735જી પ્રોસેસર હશે અને આ 6જીબી/8જીબી રેમ અને 64જીબી/128જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં આવશે. એડવાંસ્ડ 5જી વર્જન સ્માર્ટફોન સ્નૈપડ્રૈગન 750જી પ્રોસેસર સાથે આવશે. આ નવા ડિવાઇસનું હાઇ-એન્ડ ફોન 5050 એમએએચ બેટરીથી સજ્જ હોવાની આશા છે. 

રેડમી નોટ 10માં આઇપીએસ એલસીડી 90 હર્ટ્ઝ ડિસ્પ્લે હોઇ શકે છે. ડિવાઇસનું પ્રો વર્જન આઇપીએસ એલસીડી 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. આ બંને ડિવાઇસ ગૂગલના એંડ્રોઇડ 11 સપોર્ટિંગ સિસ્ટમને સપોર્ટ કરી શકે છે. આ વખતે શાઓમી પોતાના ગ્રાહકોને એમઆઇયૂઆઇ 12 સ્કીન ઓન ટોપ સાથે સરપ્રાઇઝ આપી શકે છે, જે કંપનીએ સ્વયં તૈયાર કર્યું છે. 

Bank Holiday February: ફેબ્રુઆરીમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓની યાદી

રેડમી નોટ 10 માં એક ક્વાડ કેમેરા સેટઅપ હોઇ શકે છે, જેમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર હશે. તેમાં એક અલ્ટ્રા વાઇડ એંગલ સેંસર અને એક માઇક્રો લેન્સ આથે એક ડેપ્થ સેંસર પણ હશે. એવું અનુમાન છે કે નવો ફોન ફ્રન્ટમાં સેન્ટર હોલ પંચ સેંસરથી સુસજ્જ હશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More