નવી દિલ્હી: એક નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવેલા કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્સ (Contact Tracing Apps) વડે પણ તેની સારવાર ન થઇ શકે. યૂકેમાં કરવામાં આવેલા રિસર્ચને હેલ્થ જર્નલ લાસેન્ટ (Lancet)માં ગુરૂવારે પ્રકાશિત કરવામાં આવી છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વાયરસની સારવાર માટે આ એપ્સની સાથે જ સોશિયલ ડિસ્ટેસિંગ અને ઇંડોર સ્પેસનું પણ બંધ થવું જરૂરી છે. રિસર્ચ માટે 15 સ્ટડીનો સહારો લેવામાં આવ્યો, જેમાં 4 હજારથી વધુ પેપર્સ સામેલ છે.
યૂનિવર્સિટી કોલેજ લંડન (University College London)ના રિસર્ચકર્તાઓનું કહેવું છે કે ઓટોમેટેડ કોન્ટેક્ટ ટ્રેસિંગ સિસ્ટમ સારી રીતે કામ કરવાના પુરાવા પણ ખૂબ ઓછા છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો Manual કોન્ટેક્ટ ટ્રેસિંગને મોટાપાયે કરવામાં આવે તો પછી તેનો ફાયદો મહામારીને રોકવામાં થઇ શકે છે.
બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ
આ રિસર્ચના લીડ ઓથર ઇસોબલ બ્રેથવેટે કહ્યું કે 'અમે જે પણ અધ્યયન કર્યા, તેમાંથી કોઇપણ વાસ્તવિક દુનિયાને તેમના (સ્વચાલિત કોન્ટેક્ટ ટ્રેસિંગ) પ્રભાવશીલતાનો પુરાવો નહી મળે, અને અમારી સમજમાં સુધારો કરવા માટે તે મેન્યુઅલ કોન્ટેક્ટ ટ્રેસિંગ સિસ્ટમનું સમર્થન કેવી રીતે રીતે કરી શકીએ છીએ.
બ્રેથવેટએ એ પણ કહ્યું કે આ સ્વચાલિત એપ પર નિર્ભરતા પણ ગોપનીયતાનું જોખમ વધારી દે છે અને તે જૂના લોકોને બહાર કરી શકે છે જે ટેક્નોલોજી સાથે નિપુણ નથી. બ્રેથવેટએ કહ્યું કે સ્વચાલિત કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ પર ખૂબ વધુ નિર્ભરતા અસુરક્ષિત અને ડિજિટલ રૂપમથી બહિષ્કૃત ગ્રુપો જેવા વૃદ્ધ લોકો અને બેઘર થઇ ચૂકેલા લોકો માટે COVID -19 નું જોખમ વધારી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે