Home> Technology
Advertisement
Prev
Next

હવે Dish TV લાવ્યું એંડ્રોઇડ સેટ-ટોપ બોક્સ, અવાજ પર કરશે કામ

તેમાં ગૂગલ આસિસ્ટેંટ, પ્લે સ્ટોર અને યૂટ્યૂબ જેવી એપ્સ તો આપવામાં આવી છે. સાથે જ Amazon Prime Video, VOOT, ZEE5 અને ALT Balaji જેવી ઓનલાઇન વીડિયો સ્ટ્રિમિંગ એપ્સ પણ ઉપલબ્ધ છે. કંપનીએ એ સુવિધા પણ આપી છે

હવે Dish TV લાવ્યું એંડ્રોઇડ સેટ-ટોપ બોક્સ, અવાજ પર કરશે કામ

નવી દિલ્હી: રિલાયન્સ જિયોના 4K સેટ-અપ બોક્સ અને એરટેલના Xstream Box આવ્યા બાદ સેટ-ટોપ બોક્સના બજારમાં પણ સ્પર્ધા વધી ગઇ છે. ટોચની ડીટીએચ કંપની Dish TV એ પણ Android TV પર આધારિત સેટ-ટોપ બોક્સને લોન્ચ કરી દીધું છે. કંપનીએ તેનું નામ Dish SMRT Hub રાખ્યું છે. આ ઉપરાંત કંપનીએ વોઇસ આસિસ્ટેંટ Alexa બિલ્ટ-ઇન રિમોટ સાથે Dish SMRT Kit ની પણ જાહેરાત કરી છે. ડિશ ટીવીની આ એંડ્રોઇડ ટીવી સેટ-ટોપ બોક્સ હાલમાં ગ્રાહકો માટે 2,499 રૂપિયા અને નવા ગ્રાહકો માટે 3,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તો બીજી તરફ કંપનીની ડિશ SMRT Kit માટે અલગથી 1,199 રૂપિયા ખર્ચ કરવા પડશે.

fallbacks

Redmi Note 8 Pro સાથે ભારતમાં 16 ઓક્ટોબરે લોન્ચ થશે MIUI 11 

એરટેલના  Xstream Box ની માફક ડિશ ટીવીનું આ સેટ-અપ બોક્સ પણ સેટેલાઇટ ટીવી અને OTT કોન્ટેંટ (ઓનલાઇન મીડિયા સ્ટ્રીમિંગ સર્વિસ)ની સુવિધા એકસાથે આપે છે. આ એંડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે અને તેમાં પહેલાંથી કેટલીક એપ્સ પણ આપવામાં આવી છે. 

Honor લાવી રહ્યું છે પોપ-અપ કેમેરાવાળું પ્રથમ સ્માર્ટ TV, 14 ઓક્ટોબરે થશે લોન્ચ

તેમાં ગૂગલ આસિસ્ટેંટ, પ્લે સ્ટોર અને યૂટ્યૂબ જેવી એપ્સ તો આપવામાં આવી છે. સાથે જ Amazon Prime Video, VOOT, ZEE5 અને ALT Balaji જેવી ઓનલાઇન વીડિયો સ્ટ્રિમિંગ એપ્સ પણ ઉપલબ્ધ છે. કંપનીએ એ સુવિધા પણ આપી છે કે યૂઝર્સ પ્લે સ્ટોર પરથી પોતાની મનપસંદ એપ્સ પણ ડાઉનલોડ કરી શકે છે. ડિશ ટીવીનું નવું સેટ-ટોપ બોક્સ Dolby ઓડિયો સપોર્ટ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More